ટ્રાફિક ધરાવતા ગીચ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઍક કલાક વ્હેલી ઍન્ટ્રી.

સુરત : ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને તકલીફ નહી પડે તે માટે ડીઇઓ કચેરી દ્વારા આ વખતે ઍક કલાક પહેલા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે આદેશ આપ્યો છે. આવું પ્રથમ વખત બની રહ્યુ છે. તેમાં જે વિગત જાણવા મળી છે તે અનુસાર શહેરના કોટ વિસ્તાર અને વરાછા, વેડ, કતારગામ વિસ્તારમાં ઍવી સંખ્યાબંધ સ્કૂલો છે જે આંતરિક ગલીઓમાં આવેલી છે. આ વિસ્તારોમાં સતત ટ્રાફિકની ગીચતા રહે છે તેથી ખાસ કરીને આવા વિસ્તારોમાં ઍક કલાક પહેલા કલાસરૂમ ખોલી દેવામાં આવશે.

દરમિયાન વિદ્યાર્થીઓને ખોટી રીતે કનડગત નહી કરવા માટે પણ ડીઇઓ કચેરી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. સ્કવોડને પણ વિદ્યાર્થીઓને અગવડતા નહી પડે તે માટે ખાસ આદેશ આપવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.

દરમિયાન વિદ્યાર્થીઓને મેડીકલ તકલીફ હોયતો આ વખતે સ્વયંભૂ કતારગામ અને અમરેલીના યુવા તબીબો દ્વારા સ્વૈચ્છિક રીતે મદદ કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે. દરમિયાન ડીઇઓ ઓફીસ દ્વારા વાલીઓને પણ કોઇ પણ પ્રકારની ઉતાવળ નહી કરવા માટે અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઇ પણ તકલીફ હોયતો તે જે તે નિયત સ્કૂલના મુખ્ય અધિકારીને ફરિયાદ કરી શકશે.

  • Related Posts