ટ્રમ્પે ભારત પર ટેક્સ સંદર્ભે કર્યા કેટલાક પ્રહાર

  • 10
    Shares

 

તાજેતરમાં જી-૭ની બેઠક દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના ટેક્સ સ્લેબ સંદર્ભમાં શાબ્દિક હુમલો કરવામાં આવ્યો હતો અને વ્યાપારીક સંબંધો તોડી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી, ત્યારબાદ ભારત અને અમેરિકાના વાણિજય પ્રધાન વચ્ચે વાતચીત થઇ છે અને આ વ્યાપારીક સંબધોના અંતરાયોનું સમાધાન કરવામાં આવશે.

બે દિવસીય અમેરિકન યાત્રા બાદ કેન્દ્રીય વાણિજય પ્રધાન સુરેશ પ્રભુઍ જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે શાબ્દિક પ્રહાર કરતાં કહયું હતું કે, ભારત દેશમાં કેટલીક અમેરિકાની આઇટમો ઉપર ૧૦૦ ટકા ટેક્સ લગાવ્યો છે, જે વ્યાપારીક સંબંધો માટે યોગ્ય નથી, જો તેમાં કોઇ માર્ગ નહીં નીકળે તો વ્યાપારીક સંબંધોનો અંત આવી શકે છે.

જે દરમ્યાન ભારતીય વાણિજય પ્રધાન પ્રભુ બે દિવસીય અમેરિકાના પ્રવાસે હતા, તેઓઍ અમેરિકાના વાણીજય પ્રધાન સાથે બેઠક યોજીને આ અંગે સમાધાનકારી માર્ગ અપનાવીને દ્વિપક્ષીય વ્યાપાર વધે તેવા પ્રયાસો કરશે. જે માટે ભારત ઍક સત્તાધારી અધિકારી ટીમ મોકલશે, જે આગામી સપ્તાહમાં અમેરિકા જશે અને આ બેઠક દરમ્યાન વ્યાપારીક સમસ્યાઓનું નિરાકરણ લાવશે.

જી-૭ની બેઠકમાં અમરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના કયુબેક સીટીમાં ભઆરત સહિત દુનિયાભરની અગ્રણી અર્થવ્યવસ્થાઓને ટાંકીને કહયું હતું અને ભારત કેટલીક અમેરિકી ઉત્પાદનો ઉપર ૧૦૦ ટકા ટેક્સ લગાવ્યાનો આરોપ મુક્યો હતો.

બીજી તરફ, અમેરિકાને ભારતના રાજદૂત નવજેતસિંહે કહયું હતું કે, ભારતે ઇસ્પાત અને ઍલ્યુમીનીયમ ઉપર ટેક્સ વધારવા સંદર્ભે ચીઠ્ઠી લખી છે. જોકે, બંને દેશોના વાણિજય મંત્રીઓની બેઠકમાં આ અંતરાયોને દુર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જેનું ટુંકસમયમાં નિરાકરણ લાવવામાં આવશે.

  • Related Posts