ટ્રમ્પને મળવા ભારતીય મુળના મલેશિયન નાગરીકે અપનાવ્યો અનોખો રસ્તો

  • 30
    Shares

 

જોકે આ ટ્રમ્પના પ્રશંસકને ટ્રમ્પના દર્શન મંગળવારે સવારે થયાં હતાં જ્યાર પ્રેસિડન્ટ ટ્રમ્પ શિખર સંમેલન માટે બહાર નીકળ્યા હતાં, મહારાજા મોહન ડોનાલ્ડ ટ્રમ્પની લિમોઝીન કાર ‘ધ બીસ્ટ ’ સાથે સેલ્ફી લઇ રહ્યો હતો ત્યારે મુશકેલીમાં મુકાયો હતો. મોહને કહ્યું કે ૫૭૩ યુએ સ ડોલર મોટી રકમ છે પરંતું રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે નહી. મોહનને ખબર હતી કે ટ્રમ્પને મળવું મુશકેલ છે.

ભારતીય મુળના મલેશિયન નાગરીકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાં માટે ૫૭૩ યુએ સ ડોલર ( ૩૮૬૦૦ રૂપિયા) ખર્ચીને એ  સિંગાપોરની લક્ઝરી હોટેલમાં રોકાયો હતો જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોકાયાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ હાલમા કિમ જોંગ ઉન સાથે ઍૈતિહાસિક શિખર સંમેલન માટે  સિંગાપોરના મહેમાન બન્યા છે.

મહારાજા મોહન નામનો ૨૫ વર્ષિય યુવાને સિંગાપોરની શાંગરી-લા હોટેલમાં સોમવારે ચેકઇન કર્યુ હતું અને તે ટ્રમ્પને મળવા માટે હોટેલ લોબીમાં પાંચ કલાક ટહેલતો રહ્યો હતો.

મોહને કહ્યું હતું કે તેઓ આ પહેલા પણ ૨૦૦૭ માં ટ્રમ્પને એ  સમયે જોયા હતાં જ્યારે તેઓ વર્લ્ડ રેસલિંગ એ ન્ટરટેનમેન્ટમા બેટલ ઓફ બિલિયનર્સ જીત્યા હતાં

 

  • Related Posts