ટેસ્ટ પદાર્પણ સંબંધિત જાણો કેટલીક રસપ્રદ વિગતો

  • 20
    Shares

 

આવતીકાલે અફઘાનિસ્તાનની ટીમ ભારત સામે ટેસ્ટ પદાર્પણ કરી રહી છે ત્યારે ૧૪૧ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની કેટલીક રસપ્રદ વિગતો જાણવા જેવી છે. જેમ કે લોર્ડસનું મેદાન વિશ્વનું એકમાત્ર એવું મેદાન છે કે જ્યાં બે દેશોએ પદાર્પણ ટેસ્ટ રમી છે. આવી અન્ય રસપ્રદ વિગતો અહીં આપવામાં આવી છે.

– ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે કે જેણે પોતાની પદાર્પણ મેચમાં વિજય મેળવ્યો છે.

– ઝિમ્બાબ્વેની ટીમ એકમાત્ર એવી ટીમ છે કે જેણે પોતાની પદાર્પણ ટેસ્ટમાં પરાજીત નથી થયું

– પદાર્પણ ટેસ્ટમાં ઝિમ્બાબ્વે (૪૫૬) અને બાંગ્લાદેશ (૪૦૦) માત્ર બે ટીમ ૪૦૦ કે તેથી વધુનો સ્કોર કર્યો છે

– લોર્ડસનું મેદાન બે પદાર્પણ ટેસ્ટ રમાડનારું વિશ્વનું એકમાત્ર મેદાન જેના પરભારત અને વેસ્ટઇન્ડિઝે પદાર્પણ ટેસ્ટ રમી.

– ટેસ્ટ રમતા દેશોમાંથી ૬ દેશોએ પોતાની પદાર્પણ ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે રમી છે

– ભારત સામે પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ એમ ત્રણ ટીમોએ પદાર્પણ ટેસ્ટ રમી

– આયરલેન્ડે આ વર્ષે પાકિસ્તાન સામે રમેલી પદાર્પણ ટેસ્ટમાં પ્રથમ દિવસ વરસાદે ધોઇ નાંખ્યો હોવાની પ્રથમ ઘટના

 

  • Related Posts