ટેબલ ટેનિસ : મનિકા બત્રાએ મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ

 

કોમનવેલ્થ ગેમ્સમાં આજે મનિકા બત્રાઍ ટેબલટેનિસની મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો, તે આ ઇવેન્ટની સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની છે. આ સિવાય તેણે મૌમા દાસ સાથે મળીને મહિલા ડબલ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. આ ઉપરાંત પુરૂષ ડબલ્સમાં શરથ કમલ અને ગણેશ સાથિયાને સિલ્વર મેડલ જીત્યો હતો તો સુરતના હરમિત દેસાઇ અને સાનિલ શેટ્ટીની જોડીઍ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મનિકા માટે આ કોમનવેલ્થ ગેમ્સ યાદગાર રહી છે. ટેબલટેનિસની ટીમ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ જીતડવામાં પણ તેની મુખ્ય ભૂમિકા રહી હતી. ગોલ્ડ કોસ્ટમાં મનિકાઍ કુલ ત્રણ મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં ટીમ ઇવેન્ટ અને સિંગલ્સમાં ગોલ્ડ અને મહિલા ડબલ્સમાં સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. આ સિવાય તે ચોથો મેડલ જીતવા માટે રવિવારે અન્ય ભારતીય જોડીદાર સાથે મિક્ષ્ડ ડબલ્સમાં ઉતરશે.

મનિકાઍ સેમીફાઇનલમાં વર્લ્ડ નંબર ૪ ફેન્ગ તીઆનવેઇને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં સિંગાપોરની યુ મેંગ્યુ સામેનો મુકાબલો મોટાભાગે ઍકતરફી રહ્યો હતો અને તેણે ૪-૦ (૧૧-૭, ૧૧-૬,૧૧-૨, ૧૧-૭) થી વિજય મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

પુરૂષોની ડબલ્સની ફાઇનલમાં શરથ અને સાથિયાનની જોડીને ઇંગ્લેન્ડના લિયામ પીચફોર્ડ અને પૌલ ડ્રિન્ખલની જોડીઍ ૧૧-૫, ૧૦-૧૨, ૯-૧૧, ૧૧-૬, ૧૧-૯થી હરવતા ભારતીય જોડીઍ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ ઉપરાંત મેન્સ ડબલ્સમાં સુરતના હરમિત દેસાઇ અને સાનિલ શેટ્ટીની જોડીઍ સિંગાપોરની જોડી પોહ શાઓ ફેન્ગ અને પેન્ગ યેવ ઍન કોઍન સામે વિજય મેળવીને બ્રોન્ઝ જીત્યો હતોય

  • Related Posts