ટેબલટેનિસમાં મનિકા બત્રાનો બે ગોલ્ડ સાથે મેડલનો ચોગ્ગો

કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે મહિલા ઍથલીટોમાં મેરી કોમ, પીવી સિંધુ, સાઇના નેહવાલ જેવા મોટા નામોની વચ્ચે ઍક ઍવું નામ પણ છવાયું હતું કે જેને પહેલા કોઇ ઍટલું જાણતું નહોતું, ઍ છે ટેબલટેનિસ ખેલાડી મનિકા બત્રા. ભારતની ટેબલટેનિસ ટીમની તે સૌૈથી સફળ ખેલાડી રહી હતી. મનિકા ગોલ્ડ કોસ્ટમાં સૌથી વધુ મેડલ જીતનારી ભારતીય પણ બની છે. તે સિંગલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ટેબલટેનિસ ખેલાડી બની છે તો સાથે જ ટીમ ઇવેન્ટમાં પણ તેણે ગોલ્ડ મેડલ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ બે ગોલ્ડ સિવાય તેણે મહિલા ડબલ્સમાં સિલ્વર અને મિક્ષ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ તેણે બે ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ આ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા હતા જે સૌથી વધુ છે.

  • Related Posts