ટેક્સ ચોરી પર બનેલી ફિલ્મ‘ રેઇડ’ પર પૈસા લગાડનાર આનંદ પ્રકાશે જ કરી ચોરી !

  • 67
    Shares

લોગોને ટેક્સ ચુકાવવાં માટે જાગૃત કરનારી ફિલ્મ ‘ રેઇડ’ ના સહનિર્માતા આનંદ પ્રકાશ ખુદ ઍક ટેક્સ ચોરીનાં કેસમાં સંડોવાયાલો હોવાનું બહાર આવ્યું છે. યુપીના ગાઝિયાબાદમાં રહેનાર આનંદ પ્રકાશ લોખંડનો વેપારી છે. તેનાં ફર્મનું નામ નેશનલ સ્ટીલ પ્રા. લિમિટેડ છે જ્યારે આનંદ મુવીઝ નામે ચે ઍક પ્રકાશન હાઉસ પણ ચલાવે છે. આ જ કંપનીઍ ફિલ્મ ‘રેઇડ’ માં પૈસા લગાવ્યાં હતા. સોમવારે સવારે આવકવેરા વિભાગે આનંદ પ્રકાશનાં ઘરે રેઇડ કરી હતી. કુલ ૧૭ જગ્યાઍ ઍક સાથે દરોડા પાડવામાં આવ્યાં હતા પરંતુ રેકોર્ડમાં આનંદ પ્રકાશ માત્ર ૬ કંપનીના માલિક હતો. અધિકારીઍ કહયું હતુ કે આનંદ પ્રકાશનાં ઘરેથી લાખો રૂપિયા અને પ્રોપર્ટીનાં દસ્તાવેજ મળ્યાં છે. આવકવેરા વિભાગે આઇટી રીટર્નમાં બતાવવામાં આવેલાં ફાયદાને ધ્યાનમાં રાખીને આનંદ પ્રકાશનાં ત્યાં દરોડા પાડયા હતા જેમાં ૧૦૦ કરોડની ટેક્સ ચોરી પકડાઇ હતી.

  • Related Posts