ટેક્ષટાઇલ મંત્રીના આ પ્રયાસને કારણે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને નોંઘપાત્ર રાહત મળશે.

  • 39
    Shares

જીએસટી પછી માંદા પડેલા ટેક્ષટાઇલ ઉદ્યોગને રાહત આપવા યાર્ન અને કાપડને આરઓએસએલ સ્કીમનોે લાભ આપવા ટેક્ષટાઇલ મંત્રીની મંજૂરી આપી છે. સુરતમાં એક પત્રકાર પરિષદને સંબોધતા એસઆરટીઇપીસીના ચેરમેન નારાયણ અગ્રવાલે ટેક્ષટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીના આ પગલાને આવકારી જણાવ્યું હતું કે, ટેક્ષટાઇલ મંત્રીના આ પ્રયાસને કારણે મેન મેઇડ ફાઇબર સેગમેન્ટને નોંઘપાત્ર રાહત મળશે. સાથે સાથે ડયુટી ડ્રોબેકના દરોમાં સુધારો કરવા અને ટેક્ષટાઇલ ઉત્પાદકોની પરિસ્થિતિનો કયાસ કાઢવા કેન્દ્ર સરકારની ડયુટી ડ્રોબેક કમીટી સોમવારે સુરત આવશે. કમિટિના બે અગ્રણીઓ વાય. કે, પરાંન્દે અને ગૌતમ રે સુરતમાં વિવિંગ, નીટીંગ અને પ્રોસેસીંગ સંગઠનોને સાંભળશે.

ટેક્ષટાઇલ મંત્રીનું ઉદ્યોગ માટે સુધારાઓ માટેનો પ્રયાસ એસઆરટીઇપીસી આવકારે છે. કાઉન્સિલની માંગણી છે કે જીએસટી રીફંડની તત્કાલીક ચુકવણી થાય, આઇટીસીનું રીફંડ, કેપીટલ ગુડસ પર આઇજીએસટીનું રીફંડ, જીએસટી હેઠળ આઇટીસી દ્વારા પુન: ભરપાઇ નહિં થતી કેન્દ્રિય કરની ભરપાય, ડ્રો બેક કમિટિએ એમએમએફ સેગમેન્ટ માટે રાહતનો દર ૫ ટકા વધારવાની જરૂર છે.

આરઓએસએલ યોજના હેઠળ યાર્ન અને ફ્રેબિકનો સમાવેશ કરી બધા જ એમએમએફ યાર્ન, કાપડ અને તેની બનાવટોના દરમાં ૫ ટકાનો વધારો કરવા અને આયાત પર અસરકારક ડુયટી વધારવા ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં એમઇઆઇએસ સ્કીમનું વિસ્તરણ કરવું. કાઉન્સિલની આ માંગો પૈકી કેટલીક માંગો ટેક્ષટાઇલ મંત્રીએ સ્વીકારી હતી. વિવિંગ, પ્રોસેસીંગ, ભરતકામ અને વેલ્યુ એડિશન સેગમેન્ટને આઇટીસી રીફંડ માટે પણ તેમનું વલણ હકારાત્મક જણાયું છે. રીફંડ માટે પખવાડિયું રાખવાનો નિર્ણય પણ આવકાર્ય છે. કાઉન્સિલે ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધી જે એમએસએમઇ બેંકોના લેણા ચુકવવા પાત્ર છે તેમને એનપીએમાં રાહત આપવામાં આવે.

 

 

  • Related Posts