ટેકનોલોજી વિકાસ માટે હોવી જોઇઍ, વિનાશ માટે નહીં : મોદી

દુબઈ-મસ્કટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીઍ આજે ઈન્ટરનેટના દુરુપયોગ વિરૂદ્ઘ વિશ્વને ચેતવણી આપતાં કહ્યુ હતું તેનો ઉપયોગ કટ્ટરવાદને ફેલાવવા થવો ન જોઈઍ સાથે જ ભાર આપીને કહ્યુ હતું કે ટેકનોલોડજીનો ઉપયોગ વિકાસ માટે કરવો જોઈઍ વિનાશ માટે નહીં.
અહીં યોજાયેલા વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં પોતાના સંબોધનમાં તેમણે કરેલું નિવેદન ઍવા સમયે આવ્યું છે જ્યારે ત્રાસવાદીઓ અને હેકર્સ દ્વારા ઈન્ટરનેટના દૂરુપયોગનો ઉકેલ લાવવાનો પ્રયાસ વિશ્વ સમુદાય કરી રહ્યુ છે.

પોતાના સંબોધનમાં તેમણે બધાં માટે સરખો વિકાસ અને સમૃદ્ઘિની ખાતરી આપતા શાસનનું મહત્વ જણાવ્યું હતું સાથે જ તેમણે ભારતના વિકાસમાં ટેકનોલોજીની ભૂમિકા જણાવી હતી. તેમણે કહ્યુ હતું કે ભારત આર્ટીફિશયલ ઈન્ટેલીજેન્સ, નેનો, સાબરસીક્યુરીટી અને ક્લાઉડ કમ્પ્યુટીંગમાં નેતૃત્વ ધરાવવાની મહાત્વાકાંક્ષા રાખે છે. વિશ્વમાં આટલો વિકાસ થયો ત્યારબાદ પણ ગરીબી અને કુપોષણની સમસ્યાને દૂર કરાઈ નથી.

મોદીઍ ૬ આરનો મંત્ર આપતાં કહ્યુ હતું રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ, રીકવર, રીડિઝાઈન અને રીમેન્યુફેક્ચર આપણને તે સ્થિતિ પર લઈ જશે જ્યાં આપણે આનંદમાં રહી શકીઍ.

છઠા વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભારત અતિથી દેશ હતો. મોદી પોતાની ત્રણ દેશોની મુલાકાતમાં અહીં ગઈકાલે આવ્યાં હતાં.
દુબઈ બાદ મોદી આજે પોતાના ૩ પશ્ચિમ ઍશિયન દેશોની મુલાકાતના અંતિમ સ્થળ મસ્કટ પહોંચ્યાં હતાં, અહીં તે ઓમાનના સુલ્તાન અને અન્ય મહત્વપૂર્ણ નેતાઓ સાથે મુલાકાત કરશે.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts