ટી-૨૦ સિરીઝ માટે દ.આફ્રિકન ટીમ જાહેર : સુકાન ડ્યુમિનીને સોંપાયુ

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રમાનારી ૩ મેચોની ટી-૨૦ સિરીઝ માટે યજમાનોઍ પોતાની ૧૪ સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. ટીમના નિયમિત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની ગેરહાજરીમાં ટીમનું સુકાન ઓલરાઉન્ડર જે પી ડ્યુમિનીને સોંપવામાં આવ્યું છે. તો વળી ઓસ્ટ્રેલિયા સામેની મહત્વની સિરીઝને ધ્યાને લેતા ટીમના તમામ મોટા બોલરોને આરામ આપવામા આવ્યો છે. મોર્ને મોર્કલ, કગિસો રબાડા અને લુંગી ઍન્ગીડીનો આ ટીમમાં સમાવેશ કરાયો નથી. બંને ટીમ વચ્ચે ૧૮ ફેબ્રુઆરીથી ટી-૨૦ સિરીઝની શરૂઆત થશે.
બેટ્સમેનોમાં ઍડેન માર્કરમ અને હાશિમ અમલાને આરામ આપવામાં આવ્યો છે. ઇજા પછી ચોથી વનડેથી પાછા ફરેલા ઍબી ડિવિલિયર્સને ટી-૨૦ ટીમમાં સામેલ કરાયો છે. ટીમમાં નવા ત્રણ ખેલાડીઓ ક્રિશ્ચિયન જોનકર, હેનરિક ક્લાસેન અને જુનિયર ડાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેમ સ્લેમ ચેલન્જ સ્પર્ધામાં આ ખેલાડીઓનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું અને તેના કારણે જ તેમને ટીમમાં સ્થાન મળ્યું છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts