ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ત્રીજી સદી ફટકારી હતી

  • 105
    Shares

રોહિત શર્માએ અહીં રમાયેલી ત્રીજી ટી-૨૦ મેચમાં સદી ફટકારીને ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ત્રીજી સદી ફટકારી હતી. આ સાથે જ તે ન્યુઝીલેન્ડના કોલિન મુનરો પછી બીજો એવો ખેલાડી બન્યો હતો જેણે ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારી હોય.

રોહિતે આજની સદી ઉપરાંત ૨૦૧૫માં દક્ષિણ આફ્રિકા સામે ૧૦૬ અને ૨૦૧૭માં શ્રીલંકા સામે ૧૧૮ રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત રોહિત શર્માઍ આજે ટી-૨૦ ઇન્ટરનેશનલના પોતાના ૨૦૦૦ રન પણ પુરા કર્યા હતા. તે ૨૦૦૦ રન પુરા કરનારો વિશ્વનો પાંચમો ખેલાડી બન્યો હતો, તેના પહેલા માર્ટિન ગપ્તીલ, બ્રેન્ડન મેક્યુલમ, શોઍબ મલિક, વિરાટ કોહલી ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ૨૦૦૦ રન પુરા કરી ચુક્યા છે.

  • Related Posts