ટીસીએસે ઇતિહાસ રચ્યો : ૭ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ પાર કરતી પ્રથમ ભારતીય કંપની બની

  • 43
    Shares

દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીઍસે નવો ઇતિહાસ રચ્યો છે. આજે શેરબજારમાં ટીસીઍસે માર્કેટ કેપ રૂ. ૭ લાખ કરોડને પાર કરી દીધો છે. આમ, ૭ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ ક્રોસ કરનારી પ્રથમ ભારતીય કંપની બની ગઇ છે.

જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં સારા પરિણામો અને બોનસની જાહેરાતથી ટીસીઍસના ભાવમાં તેજી આવી ચુકી છે અને બીઍસઇ ખાતે ૧.૫૪ ટકા ઉછળીને રૂ. ૩૬૬૨નો ભાવ પહોંચી જતાં ટીસીઍસનું માર્કેટ કેપ રૂ. ૭૦૦૯૯૨.૯૭ કરોડ પર પહોંચી ગયું છે. જ્યારે ગઇકાલે ટીસીઍસનું માર્કેટ કેપ રૂ. ૬૯૦૦૬૨.૩૮ કરોડ રૂપિાયનું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીસીઍસનો ભાવ બે દિવસમાં ચાલી રહેલી તેજીના પગલે પાંચ ટકા સુધી ઉછળી જવા પમ્યો છે અને આજે દિવસ દરમ્યાન રૂ. ૩૬૭૪નો નવો હાઇ પાડયો હતો, જે બાવન વીકનો નવી ઉંચી સપાટી હાંસલ કરી દીધી છે.

ટીસીઍસના નવા ઇતિહાસના પગલે રિલાયન્સને ઘણી પાછળ પાડી દીધી છે અને માર્કેટ કેપમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. બીજા નંબર રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. ૫.૮૧ લાખ કરોડનું છે.

ત્યારબાદ ઍચડીઍફસી બેન્ક પણ ઝડપથી આગળ વધી રહી છે અને તેનું માર્કેટ કેપ રૂ. ૫.૨૦ લાખ કરોડને પહોંચી ગયું છે. ત્યારબાદ ચોથા ક્રમે ઍચયુઍલનું માર્કેટ કેપ રૂ. ૩.૩૬ લાખ કરોડ અને પાંચમા નંબરે આઇટીસીનું રૂ. ૩.૨૯ લાખ કરોડનું માર્કેટ કેપ છે.

  • Related Posts