ટીવીની આ વહુના થયાં ૭૦ લાખ ફોલોઅર્સ

મુંબઈ : પ્રખ્યાત ટીવી શ્રેણી યે હૈં મોહોબતે ઘર ઘરમાં ઓળખનાર ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયાના ઈન્સ્ટાગ્રામ પર હવે ૭ મિલિયન ફોલોઅર્સ બની ગયાં છે. દિવ્યાંકાએ આ માહિતી ઈન્સ્ટાગ્રામ મારફતે આપી હતી.

હવે દિવ્યાંકાએ ટીવીની બધી જ લોકપ્રિય વહુઓને પાછળ છોડી દીધી છે અને તેના ૭૦ લાખ ફોલોઅર્સ થઈ ગયાં છે. આ ખુશીને પોતાના ફેન્સ સાથે શેર કરવા તેણે એક તસવીર શેર કરી હતી જેમાં ૭ મિલિયનવાળો કેક દેખાઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દિવ્યાંકા ભારતની પ્રથમ ટીવી અભિનેત્રી બની છે જેના ઈન્સ્ટાગ્રામ પર ૭ મિલિયનથી વધુ ફોલોઅર્સ બન્યા છે

  • Related Posts