ટીમ ફોટોમાં અનુષ્કા આગળ અને વાઇસ કેપ્ટન પાછળ

  • 154
    Shares

 

ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ અહીનાં ભારતીય હાઇ કમિશન કાર્યાલયે પહોંચી હતી. આ ખાસ પ્રસંગે લેવાયેલો એક ફોટો બીસીસીઆઇએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો.

ફોટોમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ જોવા મળે છે. બીસીસીઆઇ દ્વારા શેર કરાયેલો આ ફોટો કેટલાક ક્રિકેટ ચાહકોને ગમ્યો નથી અને તેમણે તેને ટ્રોલ કરવાનો શરૂ કરી દીધો હતો.

હકીકતમાં આ ફોટોમાં વિરાટની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા સૌથી આગળ ઊભી છે અને ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન આંજિકેય રહાણે સૌથી છેલ્લી લાઇનમાં ઊભેલો જોવા મળે છે.

ક્રિકેટ ચાહકોને આ જ વાત પસંદ નથી પડી. જેને કારણે તેમણે ટ્રોલિંગ શરૂ કર્યુ હતું. એક ક્રિકેટ ચાહકે આ ફોટો બાબતે લખ્યું હતું કે બીસીસીઆઇ કોઇની ખેલાડીની પત્નીને સત્તાવાર પ્રવાસે મંજૂરી શા માટે આપે છે? મહેરબાની કરીને એ વાતની પુષ્ટિ કરો, શું તમારી ટીમના સભ્ય હનીમુન પર ગયા છે કે પછી પોતાના કામે ગયા છે? એક અન્ય ચાહકે લખ્યું હતું કે અન્ય ખેલાડીઓની પત્ની ત્યાં કેમ નથી?

  • Related Posts