ટિવટર પર સુષ્માને પૂછાયું: બાલી જવું સલામત છે?

  • 27
    Shares

 

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ઘણી વખત ટ્વીટર પર લોકોની મદદ કરતાં હોય છે પરંતુ કેટલીક વખત સુષ્મા સ્વરાજને ઘણાં વિચિત્ર સવાલોનાં પણ જવાબ આપવાં પડે છે.

બુધવારે સુશિલ કેઆર રાય નામના યુઝરે સુષ્મા સ્વરાજને ટેગ કરીને પુછ્યું હતુ કે શું બાલી જવું સુરક્ષિત રહેશે? ૧૧/૦૮/૨૦૧૮ થી ૧૭/૦૮/૨૦૧૮ વચ્ચે બાલી જવાની યોજના બનાવી છે.

શું આપણી સરકાર તરફથી કોઇ એ ડવાઇઝરી બહાર પાડવામાં આવી છે? આ પ્રશ્નનમાં જવાબમાં સુષ્મા સ્વરાજે લખ્યું કે ‘ મારે જ્વાળામુખી સાથે ચર્ચા કરવી પડશે’.

સુષ્મા સ્વરાજનાં આવાં જવાબથી ઘણાં ટ્વીટર યુઝર્સે તેમની ટીકા કરી હતી જ્યારે બીજી તરફ આવો પ્રશ્ન પુછનારની પણ કેટલાક લોકોએ  ટીકા કરીને વિદેશ મંત્રાલયને ગંભીરતાથી લેવા સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં ૨૮ જુનનાં રોજ માઉન્ટ આગુંગ જ્વાલામુખી વિસ્ફોટમાં નીકળેલી રાખના કારણે બાલી એ રપોર્ટ બંધ કરાવી દેવાયું હતુ.

જેમાં ૨૩૯ ડોમેસ્ટિક અને ૨૦૭ આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ પ્રભાવિત થઇ હતી. હાલમાં બાલી ટાપુના પુર્વમાં સ્થિત માઉન્ટ આબુ પર્યટન સ્થળોથી પર્યટકો દુર રહ્યાં છે.

 

 

  • Related Posts