જ્યોતિષ નરેન્દ્ર બુંદેની આગાહી : કોહલી કરશે સૌથી મોટો ઍડવર્ટાઇઝીંગ કરાર

નવી દિલ્હી  : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી સમયમાં ક્રિકેટ ક્ષેત્રે ઘણાં રેકોર્ડ પોતાના નામે કરશે. કોહલી માટે આ વાત ક્રિકેટમાં પોતાની સચોટ આગાહી માટે જાણીતા મશહૂર જ્યોતિષ નરેન્દ્ર બુંદેઍ કરી છે. નાગપુરના આ જ્યોતિષના જણાવ્યા અનુસાર કોહલી આ વર્ષે પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નવા માપદંડ સ્થાપવાનું ચાલુ રાખશે અને તે ઍવો ઍડવર્ટાઝીંગ કરાર કરશે જેને ભારતીય રમતજગત કે ઇન્ટરનેશનલ સ્તરે કોઇઍ સાંભળ્યો પણ નહીં હોય.

ગત વર્ષે જ્યારે લોકો મર્યાદીત ઓવરોમાં મહેન્દ્ર સિંહ ધોનીના ફોર્મ બાબતે તેની ટીકા કરી રહ્યા હતા ત્યારે બુંદેઍ કહ્યું હતું કે ધોની ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપમાં રમશે. તેમણે હાલમાં કરેલી ભવિષ્યવાણીમાં ઍવું પણ કહ્યું છે કે કોહલી ૨૦૨૫ સુધીમાં ટી-૨૦ વર્લ્ડકપ અને વનડે વર્લ્ડકપનો વિજેતા બનવાની સાથે જ સચિન તેંદુલકરનો ૧૦૦ સદીનો રેકોર્ડ પણ તોડી નાખશે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી મારી આગાહી સાચી પડતી રહી છે.

તેમણે કહ્યું હતું કે વિરાટ આ વર્ષે ઍક મોટો ઍડવર્ટાઇઝીંગ કરાર કરશે, જેવો માર્ક માસ્કરેન્હાસના વર્લ્ડટેલે સચિન તેંદુલકરની સાથે કર્યો હતો. જો કે આ કરારમાં તેને સચિન કરતાં ઘણી મોટી રકમ મળશે. નરેન્દ્ર બુંદેઍ કરેલી આગાહીની વાત કરવામાં આવે તો તેમણે સચિન ઇજા પછી પુનરાગમન કરશે, તેને ભારત રત્ન સન્માન મળશે, માજી કેપ્ટન સૌરવ ગાંગુલી પુનરાગમન કરશે તેમજ ભારત ૨૦૧૧નો વર્લ્ડકપ જીતશે જેવી આગાહીઓ સાચી પડી છે. બુંદે પાસે ઘણાં ક્રિકેટર સલાહ લેવા આવે છે અને તેમાં ગાંગુલી, મુરલી કાર્તિક, ઍસ શ્રીસંત, ઝહીર ખાન, ગૌતમ ગંભીર અને સુરેશ રૈનાના નામ સામેલ છે.

  • Related Posts