જોધપુરમાં શુટીંગ વખતે અમિતાભ બીમાર, મુંબઇથી ડોકટરો દોડયા

નવી દિલ્હી : મહાનાયક અમિતાભ બચ્ચને તેમનાં શરીરની ચકાસણી કરવાં મુબઇથી પોતાના તબીબોને બોલાવ્યા હોવાનું જણાવતા તેમનાં ક્રિપ્ટિક બ્લોગ પરનાં સંદેશે આજે તેમનાં સ્વાસ્થ્ય બાબતે ચિંતાઓ જગાવી હતી પરંતુ અમિતાભની પત્ની જયા બચ્ચને જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનનું સ્વાસ્થ્ય સારું છે અને તેમની ગરદન અને પીઠમાં દર્દ હતું.

અમિતાભે આજે મળસ્કે ૫-૦૦ કલાકની આસપાસ તેમનો બ્લોગ મુકયા બાદ મંુબઇથી તબીબોની ટુકડી આ રાજસ્થાનના શહેર જોધપુર તરફ મુસાફરી કરવાં નીકળી પડી હતી.

‘કટ ઓફ હિંદુસ્તાન’ ફિલ્મના શુટિંગ માટે જેઓ નવી દિલ્હીમાં છે ને અમિતાભને તેમનાં બ્લોગમાં લખ્યું હતું કે હું મારા શરીરની તપાસ કરાવવાં અને મને ફરીથી ઉભો કરવાં મારાં તબીબોની ટુકડી મેળવી રહ્યો છું. હું આરામ કરીશ અને આપને માહિતીથી વાકેફ રાખીશ.

પોતાનાં પતિના સ્વાસ્થ્ય બાબતે પ્રશ્નોનો જવાબ આપતાં અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી જયા બચ્ચને નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમિતાભને પીઠમાં દર્દ હતું. ફિલ્મના શૂટિંગમાં તેમણે ભાર પોશાકો પહેરવા પડયા હતાં આ કારણે અમિતાભને પીઠમાં દર્દ હતું.

  • Related Posts