જે ગેમનું નામ નહોતું સાંભળ્યું તેમાં નીરજ ચોપરાઓ ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

ભારતના નીરજ ચોપરાઍ આજે ૨૧મી કોમનવેલ્થ ગેમ્સમાં જેવલીન થ્રો (ભાલા ફેક) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારો પ્રથમ ભારતીય બનીને ઍક અલગ ઇતિહાસ લખ્યો હતો.

તેણે આ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ૮૬.૪૭ મીટર સુધી ભાલો ફેંક્યો હતો. મહત્વની વાત ઍ હતી કે અહીં સુધી પહોંચેલા નીરજનો સાથ કોચે છોડી દીધો હતો અને તેના ગયા પછી તેણે યુટયૂબને કોચ બનાવીને આ મેડલ મેળવ્યો હતો.

કોમનવેલ્થ જેવલીન થ્રોમાં પોતાના પહેલા જ પ્રયાસમાં નીરજે ૮૫.૫૦ મીટર સુધી થ્રો કરીને પહેલા ક્રમે આવી ગયો હતો. તે પછી તેણે સતત લીડ જાળવી રાખતા ચોથા પ્રયાસમાં ૮૬.૪૭ મીટર સુધી થ્રો કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

આ ઇવેન્ટમાં બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના હેમિશ પિકોકે સિલ્વર તો ગ્રેનેડાના ઍન્ડરસન પીટર્સે બ્રોન્ઝ જીત્યો હતો. આ સિવાય ટ્રેક ઍન્ડ ફિલ્ડમાં ૪૦૦ મીટરની રિલે દોડ અને ટ્રીપલ જમ્પમાં ભારતના હાથે નિરાશા લાગી હતી. ૧૫૦૦ મીટરની ફાઇલમાં જીન્સન જ્હોન્સન પાંચમો આવ્યો હતો.

  • Related Posts