જીન્સ, કુર્તી અને ગાઉન દરેક ઉંમરની સન્નારીઓમાં છે હીટ..

વર્ષોથી ફેશનનું માર્કેટ ધમધમતું રહ્યું છે. દેશ-વિદેશના ફેશનવર્લ્ડમાં ઘણી ફેશનો નવી આવે છે તો ઘણી જૂની રીમિકસ થઈને! અમુક ફેશનનું બાળમરણ થાય છે તો અમુક જાણે ઍવરગ્રીન બનીને લોકોમાં રાજ કરે છે. આપણે ઘણાં લોકોના મુખેથી સાંભળીઍ છીઍ કે, ‘હમણાં તો ફલાણી વસ્તુની ફેશન છે’ અને આમ જ ફેશનને લોકપ્રિય કરવામાં માઉથ પબ્લિસિટીનો સિંહફાળો છે. ફેશનજગતના જન્મસ્થાન ગણાતાં ઍવા પેરીસ અને ઈટાલીમાં રજૂ કરાતી અને ભારતના બોલિવુડમાં ફ્લોન્ટ થતી ફેશનમાં પણ અંતર જોવા મળે છે. ફિલ્મજગત, રેડ કાર્પેટ અને રેમ્પવોકવાળી ફેશનમાં પણ ડિફરન્સ જોવા મળે છે. ફેશન શોમાં ડિસપ્લે થતા ડ્રેસીસ ઘણીવાર વાસ્તવિક જીવનમાં પહેરવા મોટેભાગે ઈનપ્રેક્ટીકલ છે. ફેશનજગતની સતત અપગ્રેડ થતી દુનિયા સામે વાસ્તવિક ફેશન વર્લ્ડ પણ ઘણો ગતિશીલ છે. ફેશનજગતને ફોલો કરનારાનો વર્ગ પણ આપણા આ જ સમાજમાં વસે છે ત્યારે પોતાનાં રોજિંદાં કામોમાં વ્યસ્ત રહીને ફેશનને પોતાને અનુરુપ ઢાળનારાનો પણ મોટો વર્ગ છે. શહેરનાં હાઈ ફેશન બ્રાન્ડેડ સ્ટોર્સ, મોલ, હાટ બજાર તેમજ સ્ટ્રીટ ફેશન દરેકનુ ઍક નિરાળું ફેશન જગત છે જે ઓફિસોમાં, શહેરમાં હાલતાં-ચાલતાં લોકોમાં હોટ ફેવરીટ છે. ફેશનને મની સ્ટેટસ સાથે પણ ઘણું લેણું છે. ફેશનજગતને પોસવા સ્માર્ટ માર્કેટીંગ સતત કાર્યરત રહે છે. બિઝનેસ ક્લાસ , હાયર મિડલ ક્લાસ, મિડલ ક્લાસ આમ ત્રણ વિભાગોમાં ફેશન વિકલ્પોન અસ્તિત્વ જોવા મળે છે. રુટીન લાઈફમાં આપણી સન્નારીઓ ફેશનને કઈ રીતે કેરી કરવાનું પસંદ કરે છે તે જાણવા અમે અલગ-અલગ ઍજ ગૃપની સન્નારીઓ સાથે વાતચીત કરી હતી. ચાલો જાણીઍ કઈ ફેશન છે તેઓમાં સૌથી હિટ.

ઈન્ડોવેસ્ટર્ન સ્ટાઈલ કેરી કરવાનું ખૂબ જ પસંદ છે : સલીના ખીમાની
યંગ જનરેશનની રુટીન લાઈફની ફેશન જાણવા અમે ૧૯ થી ૨૫ વર્ષની ગર્લ્સનો સંપર્ક કર્યો હતો. ૨૦ વર્ષની સ્ટુડન્ટ સલીના આ વિશે જણાવતાં તેણી કહે છે કે, ‘હું ઈન્ડોવેસ્ટર્ન સ્ટાઈલ કેરી કરવાનું ખૂબ જ પસંદ કરું છું. આમ તો મને જીન્સ સાથે ટીશર્ટ સૌથી કમ્ફર્ટેબલ લાગે છે પરંતુ જીન્સ સાથે હું વિવિધ સ્ટાઈલના કુર્તા પહેરતી રહું છું. જીન્સ સાથે કુર્તા ઈન્ડોવેસ્ટર્ન લુક આપે છે. હાલમાં ઈન્ડોવેસ્ટર્ન લુકની સોલિડ ફેશન ચાલી રહી છે. હું ક્યારેક કોલેજમાં જીન્સની સાથે ક્રોપટોપ પહેરીને દુપટ્ટો પણ સ્ટાઈલ કરું છુ . રુટીનમાં લોંગ કુર્તી મારી ફેવરીટ છે કારણ કે મારા ઘરમાં મને વનપીસ પહેરવાનું અલાવ નથી માટે હું લોંગ કુર્તી ટીમ અપ કરી લઉં છું. લોંગ કુર્તીની ફેશન ઘણી જ કમ્ફર્ટથી ભરપૂર છે કારણ કે તેમાં સંપૂર્ણ કવર પણ થઈ જવાય છે અને ફેશન પણ જળવાઈ રહે છે. ઈન્ડોવેસ્ટર્ન પહેરું ત્યારે લોંગ ફેધર ઈયરીંગ્સ ઍક જ કાનમાં પહેરવાનું મને ગમે છે. આવી કોકટેલ જ્વેલરી ખૂબ જ ફેશનમાં છે. હેરસ્ટાઈલમાં પણ કલર હેરમાં હાઈબન સાથે હાફ પોર્શનના વાળ ખુલ્લા રાખું છુ.

ટ્રેન્ડી ટસ્સેલ જ્વેલરી અને પ્લાઝો વીથ ટીશર્ટ છે મારી સ્ટાઈલ :વર્ષા વાઘેલા
વર્ષા વાઘેલા ઍક સ્ટુડન્ટ છે. ૨૫ વર્ષીય વર્ષા ફેશન વિશે વાત કરતા જણાવે છે કે, ‘હું કેઝ્યુલ વેરની દિવાની છું. જીન્સ-ટીશર્ટ, ની લેન્થ સુધી વનપીસ અને ખાસ પ્લાઝો અને ટીશર્ટ આ મારી રુટીનની સ્ટાઈલ છે. પ્લાઝોમાં આજે ઘણી સ્ટાઈલ જોવા મળે છે જેમાં ફ્લેર અને ફીટેડ પ્લાઝો પહેરવા મને ગમે છે અને પ્લાઝો ટ્રેન્ડી લુક પણ આપે છે. ઈયરીંગ્સ તેમ જ જ્વેલરીમાં ટસ્સેલ જ્વેલરી તેમ જ હાલના ટ્રેન્ડમાં ચાલતી બધી જ જ્વેલરી હું પહેરું છું. રુટીનમાં લોંગ ઈયરીંગ્સ અને ટોપ્સ જેવી ઈયરીંગ્સ પહેરું છુ. હાથમાં બેગ ન હોય તો તે ન ચાલે માટે રીચ લુક આપે તેવી જ હેન્ડબેગ પસંદ કરું છું. કોઈ પ્રસંગમાં જવાનું હોય ત્યારે લોંગ કુર્તી, ગાઉન જ પહેરતી હોઉં છું. હાલમાં દુપટ્ટાવાળા પંજાબી ડ્રેસીસ આઉટ ઓફ ફેશન થઈ ગયા છે. તેના બદલે ગાઉન અને રોયલ લુક આપે તેવા વનપીસ ટ્રેન્ડમાં છે. આ સિવાય પણ ખાસ મોકાઓ પર શોટ્સ, ડંગરી , ફ્રોક વગેરે પહેરવાનો ટ્રેન્ડ છે.’

ઈવેન્ટ મુજબનું ડ્રેસિંગ હોવું જરુરી છે : જેની સેન્ડીશ
૨૪ વર્ષીય જેની સેન્ડીશ ફેશન ડિઝાઈનર કોલેજમાં ફેકલ્ટી તરીકે કાર્યરત છે. જેની રોજિંદી લાઈફની ફેશન વિશે જણાવતાં કહે છે કે, ‘આપણી રુટીન લાઈફમાં સેલેબ્સની જેમ શોઓફનું ખાસ મહત્ત્વ હોતું નથી. જોબ અનુસાર કે પ્રોફેશન અનુસાર ડ્રેસિંગનો આપણે ત્યાં ટ્રેન્ડ છે. બોલીવુડ સેલેબ્સના ડ્રેસીસ ડિઝાઈનર હોય છે જ્યારે આપણે મોલમાંથી શોપીંગ કરતા હોય ઍટલે બીજા સાથે ડિઝાઈન શેર થતી જ હોય છે. હું મારી રુટીન લાઈફની ફેશનની વાત કરું તો મને હાઈનેક ટીશર્ટ સાથે જીન્સ પહેરવું ખૂબ જ પસંદ છે. સ્લીવ્સમાં વેરીઍશન કરીને સેલિબ્રિટી લુક મેળવી શકાય છે સ્લીવ્સમાં વિવિધ ડિઝાઈન હાલમાં ખૂબ ટ્રેન્ડમાં છે. ક્રોપટોપની ફેશન પણ પૂરબહારમાં ચાલી રહી છે ત્યારે હાલ લોંગ કુર્તીનો પણ ખાસ્સો ટ્રેન્ડ છે. જેમાં ની લેન્થની કુર્તી પહેરવાનું પણ મને ખૂબ પસંદ છે. કોટન કુર્તીમાં હાલ બાટીક , કલમકારી, મધુબની, ઈકત પ્રિન્ટ ઘણી જ ફેશનમાં છે. ઍક્સેસરીઝની વાત કરીઍ તો હાલ ચોકર નેકલેસની ખૂબ જ ફેશન છે. હેરસ્ટાઈલમાં હાઈબન અને હેરમાં હાઈલાઈટ્સ કરવાનો લોકોમાં ખૂબ ટ્રેન્ડ છે. મેકઅપમાં મેસી લુક અને ફંક્શન હોય તો સ્કર્ટ સાથે ક્રોપ ટોપ અથવા લોંગ કુર્તી પર ઍમ્બ્રોઈડર્ડ લોંગ જેકેટનો પણ ટ્રેન્ડ છે.’

જીન્સ સાથે ટી શર્ટ અથવા શર્ટ પહેરવાનું મને પસંદ છે: ક્રિષ્ના માવાપુરી
૨૧ વર્ષીય ક્રિષ્ના ફેશન વિશે વાત કરતા જણાવે છે કે, ‘મારી રુટીન સ્ટાઈલમાં જીન્સ અને ટીશર્ટને હું સૌથી વધુ સમાવું છું. ઍમાં પણ કીમોનો સ્ટાઈલ ટીશર્ટ ટોપ મારી પહેલી ચોઈસ છે. જીન્સ સાથે હું શર્ટ પહેરવાનું પણ પસંદ કરું છુ. મારી હાઈટ થોડી ઓછી છે માટે હું શર્ટમાં લાઈનીંગવાળા અને ચેક્સ પ્રિન્ટવાળા વધુ પહેરું છુ. શર્ટની ફેશન ઘણા જ લોંગ ટાઈમથી છે કારણ કે શર્ટ હંમેશાં ઍક પ્રોફેશનલ લુક કેરી કરવામાં મદદ કરે છે. ટી બેક ટીશર્ટ સાથે લોંગ શ્રગ પહેરવું પણ મને ખૂબ પસંદ છે. ફૂટવેરમાં ખાસ વ્હાઈટ શૂઝ પહેરું છુ. જે ગર્લ્સમાં ઘણાં ટ્રેન્ડી છે. કોઈ ફંકશન હોય તો અનારકલી અથવા ગાઉન પહેરવાનું પસંદ કરું છું. પાર્ટીઝમાં વનપીસ, શોર્ટ્સ મારી પહેલી ચોઈસ હોય છે. સાઈડ બેગ ડેલીમાં અને ફંક્શનમાં ક્લચ અચૂક ટીમઅપ કરું છું. આઈલાઈનર, પિન્ક શેડ ડેલી મેકઅપમાં શામિલ કરું છું જ્યારે ખાસ પ્રસંગે રેડ, મરુન, ડાર્ક પિન્ક જેવા લીપ કલર્સનો ઉપયોગ કરું છું. કાજલ અને બ્લશરનો પણ ઉપયોગ કરું છુ પણ લુક નેચરલ રહે ઍનું ખાસ ધ્યાન રાખું છું.’

પરંતુ કાજલ લગાવ્યા વિના બહાર જવું મને ગમતું નથી: રીચા મોતીવાલા
૩૧ વર્ષીય રીચા મોતીવાળા પ્રોફેશનથી ઍક શિક્ષિકા છે. રીચાબહેન ફેશન અંગે વાત કરતાં જણાવે છે કે, ‘મારા મતે ફેશન ઈઝ ઓલ અબાઉટ કમ્ફર્ટ ઝોન. જો કોઈ પણ આઉટફીટને કોન્ફિડન્સ સાથે કેરી કરવામાં આવે તો બધુ જ સારું લાગે છે. હું મારા ડ્રેસિંગને પ્લેસ અનુસાર કસ્ટમાઈઝડ કરું છુ. હું ઍક શિક્ષિકા છંુ માટે સ્કૂલ ફંક્શન માટે કોટન કે સિલ્ક સાડી પહેરું છું. પ્રોફેશનલી કોટન કે સિલ્ક સાડી ખૂબ જ ગ્રેસફુલ લાગે છે. આ સિવાય હુ કેઝ્યુઅલી કુર્તી, જીન્સ, ટીશર્ટ અથવા ની લેન્થનાં ફ્રોક વધુ પહેરું છું. મારાં કપડાં મોટેભાગે કમ્ર્ફ્ટેબલ હોય તેનું ખાસ ધ્યાન રાખું છુ . સોશિયલ કે ફેમિલી ફંકશનમા ઍથનિક વેર પહેરવાં મને ગમે છે. ખૂબ હેવી જ્વેલરી ટાળું છુ. કાનમાં લોંગ ઈયરીંગ્સ પહેરું તો નેકપીસ હળવો પહેરું છુ. મોટેભાગે હું રીઅલ જ્વેલરી જ પહેરું છુ. પરંતુ ક્યારેક ફેન્સી જ્વેલરી પહેરવી મને ગમે છે. હેર માટે હું રોજ ઍક સ્ટાઈલ નથી રાખતી, વેરીઍશન ટ્રાય કરું છુ. મેકઅપ હું લાઈટ કરું છુ પરંતુ કાજલ લગાવ્યા વિના બહાર જવું મને ગમતું નથી.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts