જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવા છતાં લાભ મળતો નથી

  • 4
    Shares

સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિ-પ્રેઝન્ટેશન સેલના વડા અને જાણીતા કન્સલ્ટન્ટ હેમંત દેસાઇએ જીએસટીના અમલને કારણે સુરતના ટેક્ષ્ટાઇલ અને અન્ય ઉદ્યોગોને નડતી મુશ્કેલીઓની રજુઆત રાજય અને કેન્દ્ર સ્તરે કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી જીએસટીની ક્રેડિટ મેનમેઇડ ફેબ્રિકસ અને કેપિટલ ગુડસ માટે મળવી જોઇએ એવી રજુઆત કરી હતી.

જેમાં નીટર્સ અને વીવર્સને રો મટીરીયલ ઉપરનો ટેક્ષ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા થયો હોવા છતાં એનો લાભ મળી નથી શકતો. એ જોતા એમને મળવા પાત્ર ટેક્ષ ક્રેડિટ માત્ર હિસાબી ચોપડાઓમાં જ છે. વાસ્તવિક રીતે તેમને મળી શકી નથી. આ અંગે યોગ્ય મિકેનિઝમ કાર્યરત કરી એમને રિફંડ મળે એવી ગોઠવણ કરવા રજુઆત કરવામાં આવી છે. એ જ રીતે બિન સંગઠિત ફેબ્રિક મેન્યુફેકચર્સને પણ આઇટીસી ક્રેડિટ મળી શકતી નથી, તો એમની ક્રેડિટને

જીએસટી સામે મજરે મળવી જોઇએ એવી રજૂઆત પણ કરવામાં આવી છે.

આઇટીસી ક્રેડિટ સમયસર પાછી નહીં મળવાને કારણે અંદાજે ૩૦૦ લુમ્સ ભંગારમાં ગઇ છે અને ૩૦ થી ૪૦ ટકા નીટીંગ મશીનો પણ બંધ પડયા છે. જેને કારણે એક્ષ્પોર્ટ કરનારાઓ માટે ફેબ્રિકસ મોંઘુ થયું છે. એક્ષ્પોર્ટર્સને પણ ગ્રે નીટીંગ કે વીવીંગ સ્ટેજમાં કોઇ રિફંડ મળતું નથી એટલ એની અસર એક્ષ્પોર્ટ પર પણ વિપરીત પડી રહી છે.

શરૂઆતમાં જીએસટીને કરંટ એસેટ ગણવામાં આવતી હતી પણ હવે એના પર ઇન્કમટેક્ષનું ભારણ પણ વધી રહ્યું છે. વેપારીએ કેપિટલ ગુડસ પર ભરેલા જીએસટીનનું રિફંડ મળતું ન હોવાથી યુનિટસ હવે ટકી શકે એમ નથી. આ બધા મુદ્દાઓને ધ્યાને લઇ ન વપરાયેલી આઇટીસીનું રિફંડ ઝડપથી મળવું જોઇએ. કેપિટલ ગુડસ પરની આઇટીસીનું પણ રિફંડ મળવું જોઇએ.

 

  • Related Posts