જીએસટી પછી યાર્નના સતત વધતા ભાવના વિરોધમાં કાલે વિવર્સોની મહાસભા યોજાશે

  • 44
    Shares

 

જીઍસટી પછી યાર્નના સતત વધતા ભાવના વિરોધમાં કાલે  વિવર્સોની મહાસભા યોજાશે. ફોગવાને ફોસ્ટાના સમર્થનના કારણે વિવર્સોની સભામાં કાપડના વેપારીઓ પણ જોડાશે. આજની સભામાં વિવિંગ ઉદ્યોગ અને કાપડ માર્કેટ ઍક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાય તેવી શકયતા છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઍન્ટીપ્રોફિટીયરી કમિટિની રચના કરવામાં આવી હોવા છતાં વિવર્સોમાં યાર્નના સતત વધતા ભાવો સામે નારાજગી જોવા મળી છે. ફોગવાની કારોબારી સમિતિઍ સરકાર સમક્ષ વિવર્સોની સમસ્યાઓનો પડઘો પાડવા તા. ૧૪મી મે ૨૦૧૮ના સોમવારે સાંજે ૪ કલાકે વરાછા ઉમિયાધામ ઉમિયા માતાજીના મંદિરના પ્રાંગણમાં વિવર્સોની ઍક જાહેરસભા રાખવામાં આવી છે. આ જાહેરસભામાં વિવર્સોને નડતા જીઍસટીના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવશે.

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાઍ જણાવ્યું હતું કે, યાર્ન પરની જીઍસટી ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કરવામાં આવી હોવા છતાં યાર્નના ભાવો ઘટવાને બદલે ૩૦ ટકા જેટલા વધ્યા છે. સ્પીનર્સો પર સરકારનો કોઇ અંકુશ નથી. સ્પીનર્સો સિન્ડીકેટ બનાવી કુત્રિમ રીતે યાર્નના ભાવો વધારી રહ્યા છે. તેને કારણે વિવર્સોની ખોટ વધતા ઍક પાળી કામ બંધ કરવામાં આવ્યું છે.

જીઍસટી અંતર્ગત આવતું આઇટીસી રીફંડ, ઍન્ટી પ્રોફિટિંગ સહિતના વિવિધ મુદ્દે ફોગવાની મળેલી મીટિંગ બાદ આજે વેડરોડ વિર્વસ ઍસોસિઍશનની મળેલી મીટિંગમાં દિïવાળી સુધી ઍક જ પાળીમાં ઉત્પાદન કાર્ય ચલાવવા મીટિંગમાં કરાયેલો નિર્ણય લેવામાં આવ્યો હતો. રોજનું ૫ લાખ મીટર ઉત્પાદન કરતા ૪૦૦૦થી વધુ ઍકમોને ૩૩ ટકા નુકશાનીમાંથી મુકિત મળે તેવી આશા છે.
તાજેતરમાં ફોગવા દ્વારા વિવર્સ ઍસોેસિઍશનના આગેવાનોની મીટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં આઇટીસી રીફંડ, વધતા જતા યાર્નના ભાવ સામે ઍન્ટી પ્રોફિટીયરીંગ કમિટિની નિમણુંક કરવા જીઍસટી કાઉન્સિલ સમક્ષ માંગ કરવામાં આવી હતી. જેમાં સચીન વિવર્સ, સુરત વિવર્સ સોસાયટીઓઍ ઍક પાળીમાં કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વેડરોડ વિવર્સ ઍસોસિઍશન અને ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી દેïેવેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં મોટાભાગના ઉત્પાદકો પોતાના જોખમે અને ખોટમાં ધંધો કરી રહ્યા છે. વેડરોડ પર ૪૦૦૦ જેટલા લુમ્સ યુનિટ આવેલા છે અને ૫૦૦ ઍમ્બ્રોઇડરી યુનિટો આવેલા છે. હાલમાં વેકેશનની સીઝનના કારણે કારીગરોની પણ અછત વર્તાઇ રહી છે. આ સાથે માર્કેટમાં ઍટલી ડિમાન્ડ પણ નથી.

  • Related Posts