જીએસટી: ઈ-વે બિલ અમલીકરણ સ્થગિત કરાયું

ટેકનીકલ સમસ્યાને પગલે સરકારે આજે માલના આંતરરાજ્ય પરિવહન માટે ઈ-પરમિટ સાથે રાખવાના નિયમના અમલીકરણને સ્થગિત કર્યો હતો. કર ચોરીને અટકાવવા જીઍસટીમાં જોગવાઈ છે માલને ઍક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જતી વખતે ઈલેક્ટ્રોનિક વેબિલ અથવા ઈ-વે બિલ હોવું જોઈઍ આ નિયમને આજથી અમલમાં લાવવાના હતાં.
ટેકનીકલ અવરોધોના કારણે વેપારીઓને ઈ-વે બિલ બનાવવામાં આવી રહેલી મુશ્કેલીઓને જોતાં ઈ-વે બિલને જનરેટ કરવાના ટ્રાયલ તબક્કાને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેને અમલમાં લાવવાની તારીખ પછીથી ઘોષિત કરાશે, ઍમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઍક્સાઈઝ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઈસી)ઍ ટ્વીટ કરી જણાવ્યંુ હતું.
ગયા વર્ષે ૧ જુલાઈથી જીઍસટી લાગુ કરાયા બાદ ઈ-વે બિલ સાથે લઈને ચાલવાના નિયમને આઈટી નેટવર્ક તૈયાર ન થતાં મુલતવી રાખવામાં આવ્યું હતું.
જીઍસટી નેટવર્ક ૧૭ જાન્યુઆરીથી ઈ-વે બિલ પદ્ઘતિ માટે ટ્રાયલ રન કરી રહ્યુ છે જે દરમિયાન તેની વેબસાઈટ પર ૨.૮૪ લાખ આવા પરમિટ જારી કરાયાં હતાં. જો કે ઈ-વે બિલના આજે ઔપચારીક લોન્ચ દરમિયાન ટેકનીકલ અવરોધોનો સામનો કરવો પડયો હતો.

  • Related Posts