જિનેવા મોટર શોમાં ઇલેકટ્રીક કારનો જલવો રહયો

દુનિયાભરમાં ઇનોવેશન માટે મશહૂર ગણાતા જિનેવા મોટર શો ૨૦૧૮ શરૂ થયો છે, જેમાં વિશ્વભરની ૧૮૦ જેટલી ઓટો કંપનીઓઍ આ શોમાં ભાગ લીધો છે, અને પોતાના નવા મોડલ રજૂ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઓટો શોમાં ઓટો કંપનીઓ પોતાના કોન્સેપ્ટ અને નવી કારનું વર્લ્ડ પ્રીમીયર કરતી હોય છે, જેમાં આ વખતે ઇલેકટ્રીક વાહનોનો જલવો રહયો હતો, જેમાં ભારતમાંથી તાતા મોટર્સે પણ ભાગ લીધો હતો અને તેને પોતાના નવા ઇલે. કારને રજૂ કરી હતી. આ ઉપરાંત, હોન્ડાઇઍ પણ પોતાના નવા ઇલે. કારના મોડલ રજૂ કર્યા હતા.
સ્વીટઝરલેન્ડમાં ૮થી ૧૮ વચ્ચે ચાલી રહેલા જિનેવા મોટર શો ૨૦૧૮માં ૧૮૦ મોટી ઓટો કંપનીઓઍ પોતાના નવા મોડલ રજૂ કર્યા હતા, તાતા મોટર્સ દ્વારા ઇલે. સેડાન ઇ-વિઝન શોકેસ કર્યો હતો. જેની ટોપ સ્પીડ ૨૦૦ કીમીની પ્રતિ કલાક છે. જ્યારે કંપનીનો દાવો છે કે તે માત્ર સાત સેકન્ડમાં ૧૦૦ કીમીની સ્પીડ પકડી લેશે. આ કારમાં સ્લો અને ફાસ્ટ ચાર્જીગ ઓપ્શન પણ છે, જેનું પ્રોડકશન આગામી ૨૦૨૨ સુધીમાં શરૂ થઇ જશે. આ ઉપરાંત, હોન્ડાઇઍ પણ પોતાની કોના ઇલે. ઍસયુવી રજૂ કરી હતી. કોના ઇલે. ઍસયુવીને કોનાના પ્લેટફોર્મ ઉપર તૈયાર કરવામાં આવી છે, જેમાં પેટ્રોલ ઍન્જીનની જગ્યાઍ ઇલે. મોટર લગાવવામાં આવી છે અને સ્ટાઇલમાં ફેરફાર કરાયો છે. આ કાર ચાલુ વર્ષમાં યુરોપમાં વેચાણ શરૂ થઇ જશે અને ત્યારબાદ ટુંકમાં ભારતમાં આવશે.
આ ઉપરાંત, પોર્શેઍ પોતાની કોન્સેપ્ટ કાર રજૂ કરી હતી, જેમાં મિસન ઇ ઍક ફોર ઇલે. ફોર વ્હીલડ્રાઇવવાળી કાર છે. જેમાં ફ્રન્ટ અને રીયર બંનેમાં ઇલે. મોટર લગાવી છે. જે ૬૦૦ બીઍચપીથી વધુ પાવર ધરાવે છે. જે ૧૦૦ કીમીની રફતાર માત્ર ૩.૫ સેકન્ડમાં પકડી લે છે. જેની ટોપ સ્પીડ ૨૫૦ કીમી પ્રતિ કલાકની છે. કંપનીનો દાવો છે કે, આ કાર સ્પીડની સાથે ફાસ્ટ ચાર્જ પણ થાય છે. જ્યારે ફરારીઍ રજૂ કરેલી સ્પોર્ટસ કાર સીરીઝમાં સૌથી પાવરફુલ વી૮ ઍન્જીનવાળી કાર ૪૮૮ પીસ્ટાને રજૂ કરી હતી. જે કારમાં ૪૮૮ ચેલેન્જના બેઝ પર બનાવવામાં આવી છે, પરંતુ પાવર તેનાથી ઘણો વધુ છે. જે ૭૧૦ હોર્સપાવર ધરાવે છે, પરંતુ વજનમાં હલકી છે.
લેમ્બોગીનીઍ પોતાની કાર રજૂ કરી હતી, જે ૧૦૦ કીમીની સ્પીડ ૩.૧ સેકન્ડમાં પકડી લે છે તેવા ૬૪૦ હોર્સપાવરના ઍન્જીન લગાવાયા છે. તેની સાથે સુપર સ્પોર્ટસ કાર બનાવતી કંનપી ટીઍસઆર-ઍસ પરથી પણ પડદો ઉંચકાયો હતો. ઇલે. સુપર કાર બનાવતી કંપનીને રાઇમેકને સીટુ પરથી પડો ઉઠાવ્યો છે, જે કાર માત્ર બે સેકન્ડમાં ૧૦૦ કીમીની રફતાર પકડે છે.

  • Related Posts