જાણો ઇંગ્લેન્ડની ટીમની તાકાત અને નબળાઇ

  • 1
    Share

 

ઇંગ્લેન્ડની ટીમની તાકાત તેમની વેરાઇટી અને એ ટેકમાં છે. આ ટીમ વિજય માટે અલગ માર્ગ શોધી લે છે. મોર્ડન સિસ્ટમ અને એ કજૂથતા તેમનો એ ડવાન્ટેજ છે. ટીમે અહીં પોતાની પ્રથમ પેનલ્ટી શૂટઆઉટ વર્લ્ડકપ મેચ જીતી છે. ઇંગ્લેન્ડને સેટ પીસેસનું કિંગ ગણવામાં આવે છે.

હાલના સમયે ઇંગ્લેન્ડની સૌથી મોટી તાકાત આ વર્લ્ડકપમાં સૌથી શ્રેષ્ઠ એ ટેકીંગ યુનિટ છે. ઇંગ્લેન્ડની ટીમે શરૂઆતની ત્રણ મેચમાં જ ૮ ગોલ કરી દીધા હતા. ઇંગ્લેન્ડની ટીમ બોલને જેવો પોતાના નિયંત્રણમાં લે છે., ત્યારે તે ત્રણ સેકન્ડથી વધુ સમય પોતાની પાસે રાખીને મોટાભાગે ડિફેન્સીવ વ્યુહરચના તરીકે તેનો ઉપયોગ કરે છે.

નબળાઇ :

ઇન્ગલેન્ડે અત્યાર સુધી મોટાભાગના ગોલ સેટ પીસેજ અને પેનલ્ટી દ્વારા કર્યા છે અને તેમની સૌથી મોટી નબળાઇ ઓપન પ્લેમાંથી ગોલ ન કરી શકવાની છે. આ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડે માત્ર બે ઓપન પ્લે ગોલ કર્યા છે, જો લિંગાર્ડ અને હેરી કેને કર્યા છે. આ ઉપરાંત ટીમની સૌથી મોટી નબળાઇ મુર્ખતાપૂર્ણ ડિફેન્સીવ ભુલ કરવાની છે. કાઇલ, હેરી અને સ્ટાન્સ ડિફેન્સમાં હોવા છતાં તેઓ આવી ભુલ કરે એ  નવાઇની વાત છે.

 

  • Related Posts