જર્મનીમાં હીના સિદ્ઘુ અને ગગન નારંગે સાધ્યુ ગોલ્ડ પર નિશાન

  • 11
    Shares

ભારતીય મહિલા શૂટર હીના સિદ્ઘુઍ મ્યુનિચમાં આવાતા અઠવાડિયે શરૂ થનારા આઇઍસઍસઍફ વર્લ્ડકપ પહેલા અહીં ઇન્ટરનેશનલ શૂટિંગ કોમ્પિટીશનમાં મહિલાઓની ૧૦ મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે આ જ ઇવેન્ટમાં પી હરિ નિવેતાઍ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ તરફ સરકારની ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ (ટોપ્સ) સ્કીમમાંથી બહાર મુકાયેલા ગગન નારંગે ટીકાકારોને જવાબ આપતો હોય તેમ ૧૦ મીટર ઍર રાયફલ ઇવેન્ટમાં ગોેલ્ડ મેડલ જીત્યો હતો.

હીનાઍ ફાઇનલમાં જોરદાર ફોર્મ બતાવ્યું હતું અને તે અંત સમયે ફ્રાન્સની મેથિલ્ડે લામોલે સાથે ૨૩૯.૮ના સ્કોર સાથે બરોબરી પર હતી. તે પછી ટાઇબ્રેકરમાં તેણે મેથિલ્ડેને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. નિવેતાઍ ૨૧૯.૨ પોઇન્ટના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હીના ક્વોલિફાઇંગમાં ૫૭૨ પોઇન્ટના સ્કોર સાથે ચોથા સ્થાને રહીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું જ્યારે નિવેતાઍ ૫૮૨ પોઇન્ટ સાથે ટોચના સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યુ હતું.

૧૦ મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં ગગન નારંગે ૬૨૨.૪ના સ્કોર સાથે ફાઇનલ માટે ચોથા સ્થાને રહીને ક્વોલિફાઇ કર્યુ હતું. તેણે ફાઇનલમાં ૨૪૯.૬ના સ્કોર સાથે બે પોઇન્ટના માર્જીનથી સ્વીડનના માર્ક્સ મેડસેનને હરાવ્યો હતો. મેડસેને ૨૪૭.૬નો સ્કોર કરતા તેના ભાગે સિલ્વર મેડલ જ્યારે અમેરિકાના જ્યોર્જ નોર્ટને ૨૨૫.૯ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  • Related Posts