છ દિવસના કડાકા બાદ શેરબજારમાં રીકવરી, સેન્સેક્ષમાં ૩૦૦ પોઇન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો, નિફટી ૧૦૨૨૦ને પાર

છેલ્લા છ દિવસથી સતત તુટી રહેલા બજારમાં આજે પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો હતો, જેમાં વૈશ્વિક સારા સંકેતોના પગલે આજે બજારને શરૂઆતથી જ પ્રોત્સાહન મળ્યું હતું અને તેમાં છેલ્લા છ દિવસમાં જોરદાર પીટાયેલા બેન્ક શેરોમાં આજે ઍકસપાયરીના લીધે પ્રત્યાઘાતી વધારો રહેતા શેરબજારને બુસ્ટ મળ્યું હતું. જેના પગલે આજે સન્સેક્ષ ૩૦૦ પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો અને નિફટી પણ ૧૦૨૨૦ની મનોવૈજ્ઞાનિક સપાટીને કુદાવી દીધી હતી.
આજે ભારતીય શેરબજારમાં ખાસ કરીને બેન્ક શેરોમાં ઍકસપાયરીના લીધે બાર્ગેઇન હન્ટીગના કારણે પ્રત્યાઘાતી ઉછાળો નોંધાયો હતો. આજે પ્રાઇવેટ તથા પીઍસયુ બેન્કોમાં જોરદાર લેવાલી તેમજ લાર્જકેપ શેરોમાં આવેલી ખરીદીઍ સેન્સેક્ષ-નિફટી ઉછળી ગયા હતા. જો સપ્તાહના અંતિમ દિવસ સુધી સેન્સેક્ષ-નિફટી પોઝીટીવ રહેશે તો બજારમાં ફરીથી નવેસરથી તેજીનો માહોલ જોવા મળી શકે છે. જોકે, આજેની તેજી ઍ પ્રત્યાઘાતી ઉછાળો છે.
સેન્સેક્ષમાં ૩૧૮ પોઇન્ટ ઉછળીને ૩૩૩૫૦ પોઇન્ટ કુદયો, નિફટી ૮૮ પોઇન્ટ વધી
બીઍસઇ ખાતે સેન્સેક્ષ ૩૧૮.૪૮ પોઇન્ટ ઍટલે કે ૦.૯૬ ટકા વધીને ૩૩૩૫૧.૫૭ પોઇન્ટનો બંધ રહયો હતો. આજે ઇન્ટ્રાડેમા સેન્સેક્ષ ૪૦૬.૮૮ પોઇન્ટ ઉછળ્યો હતો અને નીચામાં ૪.૩૯ પોઇન્ટ સુધર્યો હતો. જ્યારે નિફટી ૮૮.૪૫ પોઇન્ટ ઍટલે કે ૦.૮૭ ટકા વધીને ૧૦૨૪૨.૬૫ પોઇન્ટનો મજબૂત બધ રહયો હતો. આજે ઇન્ટ્રાડેમા નિફટી ૧૧૬.૧૫ પોઇન્ટ ઉછળ્યો હતો. જ્યારે નીચામાં ૭.૮૦ પોઇન્ટ તુટયો હતો.
આજે સેકટર વાઇઝ જોઇઍ તો બીઍસઇ મેટલ ઇન્ડેક્ષ ૦.૪૫ ટકા, ટેલીકોમ ઇન્ડેક્ષ ૦.૩ ટકા, હેલ્થકેર ઇન્ડેક્ષ ૦.૨૫ ટકા, ઍફઍમસીજી ઇન્ડેક્ષ ૦.૨૧ ટકા, બેઝીક મટીરીયલ્સ ઇન્ડેક્ષ ૦.૧૩ ટકા, ટેકનો ઇન્ડેક્ષ ૦.૧૮ ટકા, આઇટી ઇન્ડેક્ષ ૦.૨૬ ટકા ઘટયા હતા. જ્યારે ઓઇલ ઍન્ડ ગેસ ઇન્ડેક્ષ ૦.૪૫ ટકા, યુટીલીટી ઇન્ડેક્ષ ૦.૫૦ ટકા, કન્ઝયુમર ડયુરેબલ ઇન્ડેક્ષ ૦.૭૮ ટકા, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્ષ ૦.૮૦ ટકા, પાવર ઇન્ડેક્ષ ૦.૮૮ ટકા અને ઓટો ઇન્ડેક્ષ ૦.૯૨ ટકા વધ્યા હતા. જ્યારે કન્ઝયુમર ડીસ્ક્રીઍશનરી ગુડઝ ઍન્ડ સર્વિસીસ ઇન્ડેક્ષ ૧.૦૪ ટકા, કેપીટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧.૧૨ ટકા, ફાઇનાન્સ ઇન્ડેક્ષ ૧.૧૬ ટકા, ઍનર્જી ઇન્ડેક્ષ ૧.૩૦ ટકા, બેન્કેક્ષ ૧.૪૩ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્ષ ૧.૬૩ ટકા વધ્યા હતા.
લાર્જકેપની સાથે મિડકેપ-સ્મોલકેપ શેરો પણ ચમક્યાં, છતાં માર્કેટકેપ નેગેટીવ
આજે લાર્જકેપ શેરો તથા બેન્ક શેરોની આગેવાની હેઠળ જાતેજાતમાં નીચા મથાળેથી નવી ખરીદી નીકળી હતી, જેના પગલે મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બીઍસઇ મિડકેપ ઇન્ડેક્ષ ૦.૬ ટકા, નિફટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્ષ ૦.૫ ટકા મજબૂત જોવાયો હતો. જ્યારે બીઍસઇ સ્મોલકેપ ઇન્ડેક્ષ ૦.૫ ટકા વધ્યો હતો. આજે બીઍસઇ ખાતે માર્કેટ બ્રેડથ નેગેટીવ રહયું હતું. બીઍસઇ ખાતે ૧૫૦૭ શેરોમાં ઘટાડો અને ૧૨૦૩ શેરોમા સુધારો નોંધાયો હતો. જ્યારે ૧૫૬ શેરોમાં કોઇ ફેરફાર થયો નથી. જ્યારે બીઍસઇ ખાતે કુલ ટર્નઓવર રૂ. ૩૯૮૭.૫૯ કરોડનો થયો છે. જ્યારે ગત સેસન્સમાં ૩૪૪૮.૮૧ કરોડનું થયું હતુ.
આજના કારોબારના દિવસ દરમ્યાન આગેવાન શેરોમાં ઍસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, અદાણી પોર્ટસ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા અને રિલાયન્સમાં ૨.૫ ટકાથી ૪.૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે સન ફાર્મા, તાતા સ્ટીલ, યસ બેન્ક, ગેઇલ, હિન્દાલ્કો, ટીસીઍસ અને ભારતી ઍરટેલ ૦.૮ ટકાથી ૨ ટકા સુધી ઘટયા હતા. મિડકેપ શેરોમા સેન્ટ્રલ બેન્ક, ઓબેરોય રીયલ્ટી, રિલા. ઇન્ફ્રા, અમરરાજા બેટરી અને અપોલો હોસ્પીટલ ૨.૩ ટકાથી ૫.૪ ટકા સુધી વદ્યા હતા. જ્યારે આઇડીબીઆઇ બેન્ક, અદાણી પાવર, ઇમામી, ઇન્ડીયન હોટલ્સ, અને અદાણી ઍન્ટર ૨ ટકાથી ૫.૫ ટકા સુધી ઘટયા હતા. સ્મોલકેપ શેરોમાં ભુષણ સ્ટીલ, મંગલમ ડ્રગ્સ, મંગલમ સીમેન્ટ, ટે્રન્ટ અને મન ઇફ્રામાં ૭.૫ ટકાથી ૧૬.૩ ટકા ઉછળ્યા હતા. જ્યારે દાલમીયા સુગર, બલરામપુર ચીની, ધામુપર સુગર, ત્રિવેણી ઍન્જી. અને ઍફડીસી ૫.૭ ટકાથી ૯.૩ ટકા તુટયા હતા.
બાર્ગેઇન હન્ટીગથી લાર્જકેપ શેરો ઉછળ્યા, રિયલ્ટી શેરોમાં ચમકારો
આજે ખાસ કરીને લાર્જકેપ શેરોમાં જોરદાર બાર્ગેઇન હન્ટીગ જોવા મળ્યું હતુ. જેમાં હેવીવેઇટ ઍચડીઍફસી ૧.૯૭ ટકા ઉછળીને રૂ. ૧૭૯૬.૫૦નો ભાવ બલાયો હતો, જ્યારે રિલાયન્સ ૨.૨૪ ટકા ઉછળીને રૂ. ૨૧૧.૫૦, આઇસીઆઇસીઆઇ બેન્ક ૩.૭૫ ટકા ઉછળીને રૂ. ૨૯૭.૪૫, સ્ટેટ બેન્ક ૪.૧૬ ટકા ઉછળીને રૂ. ૨૫૬.૯૦નો ભાવ બોલાયો હતો.
રિયલ્ટી શેરોમાં પણ નવેસરથી ખરીદી રહેતાં સુધર્યા હતા. જેમાં ફોનીક્સ મીલ ૪.૪૧ ટકા, પેનીનસુલા લેન્ડ ૩.૪૫ ટકા, સનટેક રિયલ્ટી ૦.૯૬ ટકા, ઓમેકસ ૦.૮૦ ટકા ઓબેરોય રિયલ્ટી ૩.૪૬ ટકા, શોભા ૧.૯૬ ટકા, ડીઍલઍફ ૧.૭ ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ ૦.૬૨ ટકા અને યુનીટેક ૦.૩૧ ટકા વધ્યા હતા. જ્યારે પાર્શ્વનાથ ડેવલપર્સ ૪.૯૨ ટકા, ઍચડીઆઇઍલ ૩.૭૭ ટકા અને પ્રેસ્ટીઝ ઍસ્ટેટ ૦.૬ ટકા ઘટયા હતા. જ્યારે ઇન્ડીયાબુલ્સ રીયલ ઍસ્ટેટ ૧૯૭.૪૫નો ભાવ યથાવત જોવાયો હતો.
બેન્ક ઍકસપાયરીના પગલે વેચાણો કપાતા પીઍસયુ બેન્કો વધ્યા, પ્રાઇવેટ બેન્કોમાં મિશ્ર વલણ
બેન્ક શેરોમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. પીઍસયુ બેન્કોમાં સેન્ટ્રલ બેન્ક ૫.૩૭ ટકા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર ૨.૪૧ ટકા, બેન્ક ઓફ બરોડા ૧.૨૮ ટકા, પંજાબ નેશનલ બેન્ક ૧.૨૦ ટકા, સીન્ડીકેટ બેન્ક ૦.૮૧ ટકા, યુનીયન બેન્ક ૦.૫૭ ટકા, અલ્હાબાદ બેન્ક ૦.૫૪ ટકા, કોર્પોરેશન બેન્ક ૦.૫૦ ટકા, યુકો બેન્ક ૦.૪૧ ટકા, આધ્ર બેન્ક ૦.૩૮ ટકા, કેનેરા બેન્ક ૦.૧૬ ટકા અને પજાબ ઍન્ડ સીંધ બેન્ક ૦.૧૪ ટકા વધ્યા હતા. જ્યારે દેના બેન્ક ૦.૭૯ ટકા, ઇન્ડીયન બેન્ક ૧ ટકા, યુનાઇટેડ બેન્ક ૧.૧૯ ટકા, બેન્ક ઓફ ઇન્ડીયા ૧.૩૯ ટકા, વિજયા બેન્ક ૩.૨ ટકા અને આઇડીબીઆઇ બેન્ક ૫.૫૫ ટકા તુટયા હતા. જ્યારે સ્ટેટ બેન્ક ૪.૦૯ ટકા વધીને રૂ. ૨૫૬.૭૫નો ભાવ બોલાયો હતો. પ્રાઇવેટ બેન્કોમાં મિશ્ર વલણ રહયું હતુ. ફેડરલ બેન્કમાં ૩.૬૭ ટકા, ઍકસીસ બેન્ક ૧.૪૩ ટકા, ઍચડીઍફસી બેન્ક ૦.૯૩ ટકા અને આરબીઍલ બેન્ક ૦.૬૧ ટકા વધ્યા હતા. જ્યારે ઇન્ડુસઇન્ડ બેન્ક ૦.૪૩ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૪૫ ટકા, સીટી યુનીયન બેન્ક ૦.૯૯ ટકા અને યસ બેન્ક ૧.૬૩ ટકા ઘટયા હતા. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કમાં ૩.૫૮ ટકાના ઉછાળા સાથે રૂ. ૨૯૬.૯૫નો ભાવ બોલાયો હતો.
ઍજીસ લોજેસ્ટીકની આગેવાની હેઠળ ઇન્ડીયાબુલ્સ વેન્ચર્સ, દીપક ફર્ટી, રેડીન્ગટન અને ટ્રેન્ટ ટોપ ગેઇનર્સ
ઍજીસ લોજીસ્ટીકની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં ઇન્ડીયાબુલ્સ વેન્ચર્સ, દીપક ફર્ટી, રેડીન્ગટન અને ટ્રેન્ટ ટોપ ગેઇનર્સ બન્યા છે. બીઍસઇ ખાતે ઍજીસ લોજીસ્ટકમા ૮૮૩૬૧ શેરોના કામકાજ સાથે ૭.૧૩ ટકા ઉછળીને રૂ. ૨૪૫, ઇન્ડીયાબુલ્સ વેન્ચરમાં ૩.૬ લાખ શેરોના કામકાજ સાથે ૪.૬૪ ટકા વધીને રૂ. ૨૫૪.૩૬૦, દીપક ફર્ટીમાં ૫૫૦૨૧ શેરોના કામકાજ સાથે ૪.૪૯ ટકા વધીને રૂ. ૩૧૮.૫૦, રેડીન્ગટનમાં ૧૪૫૭૬ શેરોના કામકાજ સાથે ૪.૪૫ ટકા વધીને રૂ. ૧૩૭.૨૫ અને ટે્રન્ટમાં ૧૬૬૬૦ શેરોના કામકાજ સાથે ૪.૪૨ ટકા વધીને રૂ. ૩૨૪નો ભાવ બોલાયો હતો.
રૂરલ ઇલે.ની આગેવાની હેઠળ બલરામપુર ચીની, અદાણી ટ્રાન્સ, અદાણી પાવર, બીઇઍમઍલ ટોપ લુસર્સ
રૂરલ ઇલેકટ્રીફીકેશનની આગેવાની હેઠળ ઍ ગ્રુપમાં બલરામપુર ચીની, અદાણી ટ્રાન્સમીશન્સ, અદાણી પાવર અને બીઇઍમઍલ ટોપ લુસર્સ રહયા હતા. આજે રૂરલ ઇલે. કોર્પમાં ૧૨.૭૨ લાખ શેરોના કામકાજ સાથે ૭.૧૨ ટકા તુટીને રૂ. ૧૨૫.૯૫, બલરામપુર ચીનીમાં ૧૫.૨૫ લાખ શેરોના કામકાજ સાથે ૭.૦૧ ટકા તુટીને રૂ. ૮૯.૫૦, અદાણી ટ્રાન્સમીશનમાં ૩.૭૫ લાખ શેરોના કામકાજ સાથે ૬.૬૨ ટકા તુટીને રૂ. ૧૬૭.૯૫, અદાણી પાવરમાં ૩૧.૮૪ લાખ શેરોના કામકાજ સાથે ૫.૬૨ ટકા તુટને રૂ. ૨૬.૦૫ અને બીઇઍમઍલમાં ૧.૦૬ લાખ શેરોના કામકાજ સાથે ૫.૩૩ ટા તુટીને રૂ. ૧૧૩૪.૨૦નો ભાવ બોલાયો હતો.
બીઍસઇ ખાતે ઇન્ફો ઍડજ ઇન્ડીયા, કોક્સ ઍન્ડ કીંગ્સ, આઇનોક્સ, બ્રીટાનીયા, આઇટીડીમાં ધુમ કામકાજ નોંધાયા છે. આજે બીઍસઇ ખાતે ઇન્ફો ઍડજમાં ૬૧.૬૯ ગણા ઍટલે કે ઍક લાખ શેરના કામકાજ સાથે ૦.૨૪ ટકા વધીને રૂ. ૧૨૧૨, કોક્સ ઍન્ડ કીંગ્સમાં ૨૪.૫૫ ગણા ઍટલે કે ૬.૪૨ લાખ શેરના કામકાજ સાથે ૨.૪૧ ટકા વધીને રૂ. ૨૫૯.૦૫, આઇનોક્સ લીસ્યોરમા- ૯.૮૨ ગણા ઍટલે કે ૫૨૨૩૦ શેરોના કામકાજ સાથે રૂ. ૨૫૭.૫૦નો સપાટ, બ્રીટાનીયામાં ૭.૨૧ ગણા ઍટલે કે ૪૫૬૩૯ શેરોના કામકાજ સાથે ૦.૩૮ ટકા ઘટીને રૂ. ૪૮૪૫, આઇટીડીમાં ૬.૨૯ ગણા ઍટલે કે ૧.૦૩ લાખ શેરોના કામકાજ સાથ ૧.૩૬ ટકા ઘટીને રૂ. ૧૬૯.૮૫નો ભાવ બોલાયો હતો. ઍનઍસઇ ખાતે નવીન ફલોરીન, ઍજીસ લોજીસ્ટીક, જે કુમાર ઇન્ફ્રા, પીટીસી, ઇન્ડીયાબુલ્સ વેન્ચર્સમાં ધુમ કામકાજ થયા છે. ઍનઍસઇ ખાતે નવીન ફલોરીનમાં ૧૮.૪૨ ગણા ઍટલે કે ૧૯.૮૭ લાખ શેરોના કામકાજ સાથે ૧.૦૧ ટકા વધીને રૂ. ૮૧૩.૨૫, ઍજીસ લોજીસ્ટીકમાં ૫.૨૬ ગણા ઍટલે કે ૬.૬૩ લાખ શેરોના કામકાજ સાથે ૬.૮૩ ટકા વધીને રૂ. ૨૪૪, જેકુમાર ઇન્ફ્રામાં ૫.૨૫ ગણા ઍટલે કે ૩.૧૬ લાખ શેરોના કામકાજ સાથે ૪.૦૬ ટકા તુટીને રૂ. ૨૮૫, પીટીસીમાં ૪.૭૫ ગણા ઍટલે કે ૮૧.૮ લાખ શેરોના કામકાજ સાથે ૫.૬૪ ટકા ઘટીને રૂ. ૮૭.૯૦, અને ઇન્ડીયાબુલ્સ વેન્ચર્સમાં ૪.૦૨ ગણા ઍટલે કે ૫૭.૫ લાખ શેરોના કામકાજ સાથે ૫.૮૨ ટકા વધીને રૂ. ૨૫૭.૩૫નો ભાવ બોલાયો હતો.
બીઍસઇ બી ગ્રુપના ટોપ ગેઇનર્સ-ટોપ લુસર્સ
બીઍસઇ બી ગ્રુપમાં ટોપ ગેઇનર્સમાં ભુષણ સ્ટીલ, મંગલમ ડ્રગ્સ, સુનીલ હાઇટેક, વીકેજે ઇન્ફરા અને રેનાઇસન્સ જવેલરીનો સમાવેશ થાય છે. ભુષણ સ્ટીલમાં ૧૪.૯૨ લાખ શેરોના કામકાજ સાથે ૧૩.૩૦ ટકા ઉછળીને રૂ. ૪૬, મંગલમ ડ્રગ્સમાં ૮૩૯૫૬ શેરોના કામકાજ સાથે ૧૨.૧૪ ટકા ઉછળીને રૂ. ૧૬૯.૪૫, સુનીલ હાઇટેકમાં ૯.૫૨ લાખ શેરના કામકાજ સાથે ૧૧.૩૮ ટકા વધીને રૂ. ૧૧.૫૫, વીકેજે ઇન્ફ્રામાં ૧.૪૨ લાખ શેરોના કામકાજ સાથે ૯.૮૮ ટકા વધીને રૂ. ૧.૭૮ અને રેનાઇસન્સ જવેલરીમાં ૩૦૧૩ શેરોના કામકાજ સાથે ૮.૩૪ ટકા વધીને રૂ. ૩૨૬.૫૫નો ભાવ બોલાયો હતો.
બીઍસઇ ખાતે બી ગ્રુપમાં ટોપ લુસર્સમાં ઉત્તમ સુગર, ઝેનીથ ઍકસપોર્ટસ, અવધ સુગર, દાલમીયા ભારત સુગર અને કીનોટ કોર્પોરેટ સર્વિસીસનો સમાવેશ થાય છે. ઉત્તમ સુગરમાં ૧૬૬૭૦ શેરોના કામકાજ સાથે ૯.૨૨ ટકા તુટીને રૂ. ૯૦.૦૫, ઝેનીથ ઍકસપોર્ટસમાં ૯.૧૭ ટકા તુટીને રૂ. ૪૦.૬૦, અવધ સુગરમાં ૪૫૯૨૨ શેરોના કામકાજ સાથે ૯.૧૦ ટકા ઘટીને રૂ. ૪૯૪, દાલમીયા ભારત સુગરમાં ૫૪૪૦૨ શેરોના કામકાજ સાથે ૮.૫૨ ટકા ઘટીને રૂ. ૭૮.૯૫ અને કીનોટ કોર્પોરેટ સર્વિસીસમાં ૭.૬૪ ટકા ઘટીને રૂ. ૫૫નો ભાવ બોલાયો હતો.
ઍશિયન બજારો રીકવર થઇને વધ્યા, યુરોપીયન બજારોમાં મિશ્ર વલણ
વૈશ્વિક સ્તરે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રેડ વોરની આશંકામાં થોડાક રાહતના સમાચાર આવ્યા છે. જેમા આ ઇમ્પોર્ટ ડયુટી કેટલાક દેશોમાં જ અમલ કરાશે, તેવા અહેવાલના પગલે ઍશિયન બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી, જ્યારે યુરોપીયન બજારો પણ મિશ્ર ખુલ્યા બાદ સુધર્યા હતા. યુરોપીયન બજારોમાં યુરોપીયન સેન્ટ્રલ બેન્કની મોનીટરીંગ પોલીસીનું નિવેદન આજે મોડેથી જાહેર થનારૂં છે, જેના પગલે રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતુ. જોકે, સેન્ટ્રલ બેન્કની મોનીટરીેગ પોલીસીમાં નાણાંકીય સ્થિતિનું ચિત્ર દેખાશે, તેમાં પણ ટ્રમ્પ દ્વારા ટ્રેડ વોરના નિવેદન બાદ આ નિવેદન પર રોકાણકારો ખાસ નજર રાખીને બેઠા છે.
ઍશિયન બજારોમાં નીક્કી ૦.૫૪ ટકા, સ્ટ્રેઇટસ ૦.૮૫ ટકા, હેંગસેંગ ૧.૪૯ ટકા, તાઇવાન ૦.૭૨ ટકા, કોસ્પી ૧.૨૮ ટકા અને શાંઘાઇ ૦.૫૪ ટકા વધ્યા હતા. જ્યારે યુરોપીયન બજારોમાં ઍફટીઍસઇ ૦.૦૩ ટકા અને કેક ૦.૨૬ ટકા સુધર્યા હતા અને ડેક્સ ૦.૪૩ ટકા ઘટયા હતા.

  • Related Posts