ચોમાસા બાદ હજીરા-દહેજ-ઘોઘા રો-રો સર્વિસ શરૂ કરી દેવામાં આવશે

  • 90
    Shares

હજીરાથી દહેજ અને ઘોઘા રો-રો સર્વિસ ચોમાસાને કારણે હાલ વિલંબમાં પડી છે. ચોમાસા બાદ આ સર્વિસ શરૂ કરાશે તેવું કેન્દ્રીય મંત્રીઍ જણાવ્યુ હતું. ભારત સરકારના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાઍ જણાવ્યુ હતુ કે હજીરા રો-રો સર્વિસ ચોમાસાને કારણે વિલંબમાં મુકાઈ છે. ચોમાસા પછી હજીરા રો-રો સર્વિસ શરૂ કરવામાં આવશે. હજીરા પોર્ટ સાથે આ બાબતે ઍમઅોયું થઈ ગયું છે. ઍસ્સાર કંપની પણ પોર્ટ આપવા માટે સંમત થઈ છે. ચોમાસા પછી કામ ચાલુ કરવામાં આવશે. નવા ક્રાફટ નવી શીપ માટે પણ વાત ચાલી રહી છે. જે બધા સિઝનમાં ચાલુ રહી શકે.

  • Related Posts