ચોથી વનડેમાં ભારતીય ચાહકે જાતિવાદી ટીપ્પણી કરી હોવાનો ઇમરાન તાહિરનો દાવો

ભારતીય ટીમ સામેની ચોથી વનડે દરમિયાન પોતાનાી સાથે ભારતીય ક્રિકેટ ચાહકોઍ જાતિવાદી ટીપ્પણી કરી હોવાનો આરોપ દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિર દ્વારા કરવામાં આવ્યો છે. તેના આ આરોપને પગલે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે તપાસ શરૂ કરી છે. શવિવારે વરસાદી વિઘ્નવાળી મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો તેમાં તાહિર રમ્યો નહોતો. દક્ષિણ આફ્રિકાના ટીમ મેનેજર મહંમદ મુસાજીઍ કહ્યું હતું કે તાહિર જ્યારે ૧૨માં ખેલાડી તરીકેની પોતાની ફરજ બજાવી રહ્યો હતો ત્યારે તેના પર આ ટીપ્પણી કરવામાં આવી હતી.
મુસાજીઍ કહ્યું હતું કે તાહિરે કહ્યા મુજબ હું જે સમજ્યો તે અનુસાર ઍક ચોક્કસ વ્યક્તિ દ્વારા મેચ દરમિયાન તેની સામે જાતિવાદી ટીપ્પણી કરીને તેને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. તાહિરે ડ્રેસિંગ રૂમ પાસે ઊભેલા બે સુરક્ષાકર્મીઓને આ અંગે જાણ કરતાં તેઓ ત્યાં ગયા હતા પણ ત્યાં સુધીમાં પેલો વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો હતો. મુસાજીઍ ઉમેર્યુ હતું કે તાહિરના જણાવ્યા અનુસાર તે ઍક ભારતીય ચાહક હતો. ઍ ઉલ્લેખનીય છે કે આઇસીસીની રંગભેદ વિરોધી આચાર સંહિતા અનુસાર જે દર્શક આવી ટીપ્પણી કરે તેને સ્ટેડિયમ બહાર ખદેડી મુકવામાં આવે છે અને તેના પર પ્રતિબંધ મુકવાની સાથે જ કેસ પણ ચલાવી શકાય છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts