ચીનમાં ૬૫૬ ફ્ટિ ઊંચી સોનેરી લક્ઝરી હોટેલ

ચીનના જિયાંગ્સુ પ્રાંતના નાન્ટોંગ શહેરમાં તોતિંગ લક્ઝરી હોટેલ સૂર્યપ્રકાશમાં ઝળહળી રહી છે. ૬૫૬ ફ્ટિ ઊંચી આ હોટેલ ૪૬ માળની છે અને ૨૦૧૩માં ૧૭૦ મિલિયન પાઉન્ડના ખર્ચે બની છે.

ગોલ્ડન નગિટ હોટેલ તરીકે ઓળખાતી આ હોટેલની તમામ બારીઓ સુવર્ણ રંગની છે. તેમાં ૩૭૯ ગેસ્ટ રૂમ્સ, રેસ્ટોરાંઝ, ઍક્ઝિબિશન હોલ્સ અને ટોપ પર ધનવાન મહેમાનો માટે હેલિપેડ પણ છે.

સૌથી મોટા હોલમાં ૧૪૦૦ માણસો સમાઇ શકે છે. સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલી આ હોટેલના બાંધકામમાં જો કે ખરું સોનું વપરાયું નથી.

  • Related Posts