ચીનમાં ફાઉન્ટન પેનની અણીએ વિમાનનું અપહરણ કરવામાં આવ્યું!

માનસિક રીતે બીમાર ઍક વ્યક્તિઍ આજે હથિયાર તરીકે ફાઉન્ટેઈન પેનનો ઉપયોગ કરી ફ્લાઇટ ઍટેન્ડન્ટને બંધક બનાવવાનો આજે પ્રાયસ કર્યો હતો. જેથી બીજિંગ જઇ રહેલ ઍર ચાઈનાના વિમાનને અનિર્ધારિત ઉતરાણ કરવાની ફરજ પડી હતી.

ઍક પુરૂષ યાત્રીઍ ચાલક સભ્યને બંધક બનાવ્યા બાદ ચાંગશાથી બીજિંગ જઇ રહેલ ઍર ચાઈનાના વિમાનને ઝેંગઝોઉ તરફ વાળવામાં આવ્યું હતું.
ચીનનાં નાગરિક ઉડ્ડયન વહીવટીતંત્ર (સી.ઍ.ઍસ.સી)ઍ જણાવ્યું હતું કે વ્યક્તિઍ ચાલક સભ્યને ધમકી આપવાં પેનનો ઉપયોગ કર્યો હતો.

ઍર ચાઈનાના વિમાને સ્થાનિક સમય મુજબ સવારે ૮-૪૦ કલાકે દક્ષિણીય હુનાન પ્રાંતના પાટનગર ચાંગશાથી ઉડ્ડયન કયુઝ્ હતું. અને સવારે લગભગ ૧૧-૦૦ કલાકે બીજિંગ કેપિટલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર આવી પહોંચવાનાં નિર્ધારિત કાર્યક્રમ ધરાવતું હતું.

પરંતુ તેણે સવારે ૯:૫૮ કલાકે મધ્ય હેનાન પ્રાંતમાં આવેલ ઝેંગઝોઉ ક્ષિનઝેંગ ઇન્ટરનેસનલ ઍરપોર્ટ પર અનિર્ધારિત ઉતરાણ કયુઝ્ હતું. ઍમ હેનાન ઍરપોર્ટ ગ્રૂપે જણાવ્યું હતું.

બપોરે ૧-૧૭ કલાકે આ બનાવનો સફળતાપૂર્વક મુકાબલો કરવામાં આવ્યો હતો. અને યાત્રીઓ અને ચાલક સબ્યો સુરક્ષિત છે. ઍમ સી.ઍ.ઍ.સી.ઍ જણાવ્યું હતું.

લાંબા સમયથી માનસિક બીમારી ધરાવતા અન્હુઆથી ૪૧ વર્ષીય વ્યક્તિને બનાવ અંગે જેલમાં લઇ જવાયો હતો. ઍમ. શાંઘાઈ સ્થિત ઓનલાઇન ન્યૂઝ સાઈટ ‘‘ધ પેપર’’ ઍ પોલીસને જણાવતીં ટાંકી હતી.

  • Related Posts