ચીનમાં ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામેલા યુગલના પુત્રનો જન્મ થયો

હાલમાં જ ચીનમાં ઍક ઍવા બાળકનો જન્મ થયો હતો જેના માતા પિતાનું મૃત્યુ ૪ વર્ષ પહેલાં થયું હતું.
અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૩માં ઍક યુગલે આઈવીઍફના માધ્યમથી બાળકને જન્મ આપવા ભ્રૂણ જમા કરાવ્યાં હતાં પણ બાળકનો જન્મ થાય તે પહેલાં જ ઍક કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ બાળકના દાદા દાદીઍ ભ્રૂણનો ઉપયોગ કરવાની મંજૂરી મેળવવા લાંબી કાયદાકીય લડત લડી હતી જેના કારણે ભ્રૂણને લાંબા સમય સુધી -૧૯૬ ડિગ્રી પર નાઈટ્રોજન ટેન્કમાં સંરક્ષિત કરીને રાખવું પડયું હતું.

જ્યારે તેમને ભ્રૂણનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યો ત્યારે હોસ્પિટલે સ્પષ્ટ કર્યુ હતું પહેલાં જે હોસ્પિટલ આ ભ્રૂણને સ્ટોર કરવા તૈયાર થશે તેની પાસે દસ્તાવેજ લાવવા પડશે, મહામુશ્કેલીથી સીમા પર આવેલા દેશ લાઓસમાં ઍક સેરોગેસી ઍજેન્સી મળી હતી જે આ કામ કરવા તૈયાર થઈ હતી.

બાળકના જન્મ બાદ હવે તેને ચીનની નાગરિકતા નથી અપાઈ રહી તેને ટુરીસ્ટ વિઝા પર ચીન લાવવામાં આવ્યો હતો. જો કે દાદા દાદી પોતાના પુત્ર અને પુત્રવધુના બાïળકને પ્રાપ્ત કરીને બહુ જ ખુશ છે.

  • Related Posts