ચાહકોઍ ૨૦૦૦ ફુટની ઉંચાઈ પર જઈ મિશન ઈમ્પોસિબલ જોઈ !

  • 16
    Shares

મિશન ઈમ્પોસિબલ શ્રેણીમાં ટોમ ક્રૂઝ માટે કંઈ પણ અશક્ય હોતું નથી અને તે શ્રેણીની તાજેતરની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ ફોલઆઉટના સ્ટંટ અને રોમાંચક દ્રશ્યો લોકોને ખૂબ જ ગમી રહ્ના છે અને ફિલ્મ બોક્સ અોફિસ પર રેકોર્ડ કમાણી કરી રહી છે.

ત્યારે ફિલ્મના નિર્માતાઅોઍ રોમાંચ પસંદ કરનારા પ્રશંસકો માટે નોરવેના પર્વતીય વિસ્તારમાં ઍક ઉભી શિલા પર ફિલ્મની સ્ક્રિનીંગ રાખી હતી જે ૨૦૦૦ ફુટની ઉંચાઈ પર આવેલી છે. આ જ જગ્યાઍ ફિલ્મનું ઍક અત્યંત જોખમી દ્રશ્ય શુટ કરવામાં આવ્યું હતું.

જ્યારે ટોમ ક્રૂઝ મનોરંજન માટે પોતાનો જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરી શકે છે તો તેના પ્રશંસક પણ આ શોને જોવા જોખમ લેવા તૈયાર થયા હતાં. ૨૦૦૦ ભાગ્યશાળી લોકોને આ શો જાવા બોલાવવામાં આવ્યાં હતાં તે લોકોને ૨ કલાક સુધી કઠણ ચઢાઈ કરીને પર્વતની ટોચ પર ફિલ્મ જોવા માટે પહોંચવાનું હતું જેના શોનો ટાઈમ રાતે ૧૧.૦૦ વાગે રખાયો હતો.

આ શોની અદભુત તસવીરો વાયરલ થઈ છે જેમાં સ્થળની ચારેય બાજુ સુંદર દ્રશ્ય દેખાઈ રહ્ના છે. ત્યાંના ડ્રોનથી લેવાયેલી તસવીરો જોઈ બધાં આડ્ઢર્યચકિત થયાં હતાં.

  • Related Posts