ચાણક્યના રોલમાં દેખાશે બોલિવૂડનો આ વર્સિટાઇલ અભિનેતા
અભિનેતા અજય દેવગણ નિરજ પાંડેની ઐતિહાસિક પૃષ્ઠભુમિ પર બની રહેલી ફિલ્મ ‘ચાણક્ય’ માં મુખ્ય ભુમિકામાં દેખાશે. આ ફિલ્મ મોર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનાં ગુરૂ ચાણક્યના જીવન પર આધારિત હશે. આ ફિલ્મનું નિર્દેશન બોલિવુડના પ્રખ્યાત ડાયરેક્ટર નિરજ પાંડે કરી રહ્યાં છે.
ફિલ્મ અંગે વાત કરતાં અજય દેવગણે કહ્યું હતું કે હું નિરજ જેવાં નિર્દેશક સાથે કામ કરવાં બાબતે ઉત્સાહિત છું. તેનું કામ મેં નજીકથી જોયું છે. નિરજ પાંડેઍ પોતાની આ ફિલ્મને જુસ્સો વધારવાર પ્રોજેક્ટ ગણાવ્યો હતો. અજય દેવગણને ચાણક્યની ભુમિકામાં જોવું ભારતીય દર્શકોને પણ ગમશે. અજય દેવગણ આ પહેલા પણ ઍૈતિહાસિક ભુમિકાઓ ભજવી છે ત્યારે ચાણક્યમાં તેના લુકને જોવા લોકો ઉત્સાહિત રહેશે