ઘુંટણની ઇજાને કારણે દીપા કરમાકર કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર

રિયો ઓલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહેલી દીપા કરમાકર ઘુંટણની ઇજાને કારણે ૪ ઍપ્રિલથી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ નહીં શકે. ૨૪ વર્ષની દીપા ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીતનારી ઍકમાત્ર ભારતીય જિમ્નાસ્ટ છે. દીપાને ગત વર્ષે ઍપ્રિલમાં ઍશિયન ચેમ્પિયનશિપ દરમિયાન પ્રેકિટસ સેશન દરમિયાન ઘુંટણમાં ઇજા થઇ હતી.
ત્રિપુરાની દીપા ઍ ઇજામાંથી હજુ સંપૂર્ણ બહાર આવી નથી અને આ દરમિયાન તે ઍક પણ સ્પર્ધા રમી શકી નથી. ઇજાને કારણે જ તે ઍશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઇ શકી નહોતી અને તે સોમવારથી શરૂ થયેલા ત્રિદિવસીય ટ્રાયલમાં પણ ભાગ લઇ શકી નહોતી. દીપાના કોચ અને દ્રોણાચાર્ય ઍવોર્ડ વિજેતા બિશ્વેશ્વર નંદીઍ કહ્યુંમ હતું કે તે કોમનવેલ્થમાં ભાગ લઇ શકશે નહીં. હજું તે ૯૫ ટકા જ ફીટ થઇ છે, તેથી કોમનવેલ્થમાં ન રમવાનો નિર્ણય લેવાયો છે. નંદીઍ કહ્યું હતું કે દીપાનો હવે પછીનો ટાર્ગેટ આ વર્ષે ઓગસ્ટમાં જાકાર્તામાં રમાનારી ઍશિયન ગેમ્સમાં મેડલ જીતવાનું છે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts