ગ્રીન જર્સી સાથે મેદાન પર ઉતરી વિરાટની ટીમે આપ્યો વૃક્ષ વાવવાનો સંદેશ

નવી દિલ્હી  : આઇપીઍલની મેચમાં વિરાટ કોહલીની ટીમ હારે કે જીતે પણ મેદાન પર ઉતરતાની સાથે જ તે પોતાના ચાહકોને કોઇને કોઇ મેસેજ જરૂર આપે છે. આજે પણ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન આરસીબીની ટીમ જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે તેઓ પોતાની પરંપરાગત રેડ ટીશર્ટને બદલે ગ્રીન ટીશર્ટમાં મેદાન પર ઉતર્યા હતા.

હકીકતમાં તેમણે આ ગ્રીન ટીશર્ટ સાથે પોતાના ચાહકો સહિતના લોકોને વૃક્ષ વાવવાનો મેસેજ આપ્યો હતો. દરેક સિઝનમાં કેટલીક મેચોમાં આરસીબીની ટીમ ગ્રીન ટીશર્ટ પહેરીને મેદાનમાં ઉતરે છે. આરસીબી પર્યાવરણ સંરક્ષણનો મેસેજ આપવા માટે ગ્રીન કલરની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે. આરસીબીની ટીમ વૃક્ષો અને પર્યાવરણના પ્રતિક સમાન ગ્રીન કલરનો ડ્રેસ પહેરીને દર વર્ષે જ મેદાનમાં ઉતરે છે.

  • Related Posts