ગેઈલની ચાલી બેટિંગ : આઈપીએલમાં નીલામીમાં બોલી લાગતી ન હતી

જ્યારે પણ તોફાની બૅટ્સમૅન ક્રિકેટના ઇતિહાસની ગણતરી થશે ત્યારે ક્રિસ ગેઇલનું શંકા વગર યાદીમાં ટોચ પર નામ હશે. ગઈકાલે કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમતા ગેઇલે સાબિત કરે છે કે શા માટે તેને વિશ્વનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન કહેવામાં આવે છે. ગેઇલના તોફાનના કારણે અશ્વિનની આગેવાની હેઠળની પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને 4 રનથી હરાવ્યું હતું.

ગેઇલે આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી હતી, જેમાં તેણે 33 બોલમાં 63 રન બનાવ્યા હતા. તેણે 190 ની સ્ટ્રાઇક રેટ પોતાની ઇનિંગમાં 7 ચોક્કા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ગેઇલે બે છગ્ગા અને બે ચોગ્ગા સાથે છઠ્ઠી ઓવરમાં 22 રન બનાવ્યા હતા. આમ ગેઇલના કારણે કિંગ્સ ઇલેવન પંજાબએ પાવરપ્લેમાં 75 રન કર્યા હતા.

  • Related Posts