ગૂગલે કર્યું જીમેઈલને રીડિઝાઈન,જુઓ લૂક

વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ કરવા માટે આવતા ઇમેઇલ સર્વિસ જીમેલમાં મોટુ પરિવર્તન થવાનું છે. ગૂગલની તૈયારી તેને નવું લુક આપવાની છે, જો કે તે જીમેલ વેબ પર જ લાગુ પડશે. કેટલાક સ્ક્રીનશૉટ્સ લીક થયા છે જેમાં તમે જીમેઈલ વેબમાં થયેલા નવા ફેરફારો જોઈ શકો છો.

 

ગૂગલે આ સમયે જીમેલ વેબને રીડીઝાઇન કરવા માટે તૈયારી કરી છે. સ્ક્રિનશોટને જોઈને એવું લાગે છે કે જીમેલ વેબમાં પણ એપલની જેમ જ કેટલાક ફીચર્સ આપવામાં આવશે અને યુઝર ઇન્ટરફેસ પણ બદલવામાં આવશે. ગૂગલે તાજેતરમાં એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, જીમેલને ક્લીન લૂક આપવામાં આવશે જે તમે સ્ક્રીનશૉટમાં જોઈ શકો છો.

જીમેલ આઇકૉન પણ રીડિઝાઇન કરવામાં આવ્યા છે. અને તે મેટેરિયલ ડીઝાઇનને કરવાની કોશિશ કરી છે. ડિઝાઇન્સ ઉપરાંત નવા જીમેલ વેબમાં કેટલીક નવા ફીચર્સ પણ આવશે જેમાં મોબાઇલ એપમાં સ્માર્ટ રીપ્લાય અને સ્નૂઝ ઇમેઇલ ફીચર્સ પણ છે.

  • Related Posts