ગુફામાં ફસાયેલા બાળકોને બહાર કાઢવામાં બે ભારતીયોનું પણ મહત્વનું યોગદાન

  • 44
    Shares

 

 

થાઈલેંડની ગુફામાં ફસાયેલા સમસ્ત બાળકોને બહાર કાઢી લેવાયા બાદ વિશ્વભરના લોકોની સાથે ત્યાં મોજૂદ બે ભારતીયો પણ આનંદ વિભોર થઈ ગયાં હતાં. ૨૩ જૂનથી ગુફામાં ફસાયેલા ૧૨ બાળકો અને તેમના કોચને બહાર કાઢવાના પ્રયાસમાં પ્રસાદ કુલકર્ણી અને શ્યામ શુક્લાએ  પણ પોતાનું યોગદાન આપ્યું હતું.

આ બંને થાઈલેન્ડ થાઈલેન્ડ દ્વારા કામ પર લગાવવામાં આવેલી પંપ બનાવનાર કંપની કિર્લોસ્કર બ્રદર્સ લિમિટેડની સાત સભ્યોની ટીમના સભ્ય હતાં.

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના નિવાસી પ્રસાદ અને પૂણેના એ ન્જીનિયર શ્યામ શુક્લા ઉપરાંત આ ટીમમાં નીદરલેન્ડ અને યુકેના એ ક એ ક સભ્ય સામેલ હતાં બાકી અન્ય સભ્ય થાઈલેન્ડની કચેરીના હતાં.

કિર્લોસ્કર કંપનીનું કામ અહીં ગુફામાંથી પાણી કાઢવાનું હતું જે બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જરૂરી હતું. ટીમને ૫ જુલાઈના રોજ ખૂબ જ ખરાબ મોસમમાં ૪ કિલોમીટર લાંબી ગુફામાંથી પાણી કાઢવાના કામ પર લગાવવામાં આવી હતી.

કિર્લોસ્કરના પ્રોડક્શન ડિઝાઈનર હેડ કુલકર્ણીએ  કહ્યુ હતું અમારું કામ ગુફામાંથી પાણી કાઢવાનું હતું જેમાં ૯૦ ડિગ્રી સુધીના વળાંક હતાં.

સતત થઈ રહેલાં વરસાદે ઘણી મુશ્કેલીઓ ઉભી કરી હતી કારણ કે પાણી ઓછું જ થઈ રહ્યુ ન હતું, જનરેટરથી વીજળીની સપ્લાઈ પણ સતત ન હતી આ કારણથી અમારે નાના પંપોનો ઉપયોગ કરવો પડયો હતો. બચાવદળને નિરાશ કરનાર પડકારોનો સામનો કરવોે પડયો હતો.

ત્યાં એ વી જગ્યા હતી જ્યાં સ્કૂબા ડાઈવર્સ પણ કેટલીક વખત મદદ કરી શકી રહ્યા ન હતાં. ગુફા બહુ સાંકડી હતી અને જમીન ખાડા ટેકરાવાïળી હતી પણ તેઓ પાણી કાઢવામાં સફળ થયાં હતાં.

 

  • Related Posts