ગુજરાતમાં સૌથી વધુ પ્રોપર્ટીના ભાવ ગાંધીનગર અને સુરતમાં વધ્યા છે

  • 140
    Shares

સુરત જીએસટી પછી ગુજરાતના મુખ્ય શહેરોમાં આવાસના ભાવોમાં કેવી વધઘટ થઇ છે. તેને લગતો રીપોર્ટ નેશનલ હાઉસિંગ બેંકે જાહેર કર્યો છે. જીએસટી પછી રોકડની અછત છતા ગુજરાતમાં સૌથી વધુ પ્રોપર્ટીના ભાવ ગાંધીનગર અને સુરતમાં વધ્યા છે. બાંધકામ ઉદ્યોગની મંદીને તેજીમાં ફેરવવા સુરતના બિલ્ડરોએ ૨૦૦ સ્કવેર ફુટના ફલેટ વાળા તૈયાર આવાસોને અર્ફોડેબલ હાઉસીંગ સ્કીમમાં ફેરવ્યા છે.

સુરતમાં ૩.૨ ટકા ભાવો વધ્યા છે. તો સૌથી વધુ ૪ ટકા આવાસના ભાવ ગાંધીનગરમાં વધ્યા છે. અમદાવાદમાં ૨.૯ ટકા અને રાજકોટમાં ૧.૯ ટકા ભાવ વધ્યા છે. વડોદરામાં આવાસના ભાવ ૦.૯ ટકાના વધારા સાથે સ્થિર રહ્યા છે. વસવાટ માટે આજે પણ સૌથી શ્રેષ્ઠ શહેર વડોદરા માનવામાં આવે છે.

સુરતમાં સવા લાખથી વધુ ફલેટ ખાલી હોવા છતા આવાસની કિંમત બિલ્ડરોએ ઘટવા દીધી નથી. તેનું બીજી એક કારણે ૪૦ ટકા ફલેટ ઇન્વેસ્ટરોના હોવાનું માનવામાં આવે છે. જા કે પાછલા વર્ષનો ૧૧.૨ ટકાનો વધારો હતો. તેમાં નાણાંકિય વર્ષમાં ૩.૨ ટકાનો જ વધારો જાવા મળ્યો છે. સુરતમાં જે બિલ્ડરોએ ૨૦૦ સ્કેવર ફુટથી નાના ફલેટ બનાવ્યા છે.

તેઅો સબસિડીનો લાભ લેવા સરકારની એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં જતા રહ્યા છે. તેને કારણે ૫૦ ટકા પ્રોજેકટમાં નાણાનું રોટેશન શરુ થશે અને મંદી હળવી બનશે. બેંકોએ પણ આ પ્રોજેકટ માટે લીલી ઝંડી આપી છે. નેશનલ હાઉસિંગ બેંક દ્વારા દર છ મહિને રેસિડન્ટ પ્રોપર્ટી રેન્ક જાહેર કરવામાં આવે છે. તાજા અભ્યાસ રીપોર્ટમાં સુરત ફરી દેશના ટોપ ટવેન્ટી શહેરોમાં સ્થાન પામી શકયું છે.

 

  • Related Posts