ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની 15 ટીમ એલર્ટ

  • 921
    Shares

આજે ગુજરાત ઉપર સક્રિય થયેલી અપર એર સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં આજે ભાવનગર, અમેરલી , જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થયો હતો. વરસાદની તોફાની બેટિંગન કારણે ખેડૂતો ફરીથી ખુશખુશાલ થઈ ગયા છે. જા કે હજુયે ઉત્તર ગુજરાતમાં જાઈએ તેટલો વરસાદ થયો નથી. ગીરનાર પર્વતની આજુબાજુ ભારે વરસાદ થયો છે. એટલું જ નહીં ગીરનાર પરિક્રમાના માર્ગમાં આવતા બારદેવી સહિતના ભાગમાં નદી તેમજ ચેકડેમ પણ છલકાઈ જવા પામ્યા છે. એકલા તલાલામાં ૪ ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.ગીરનારના પગથિયા પરથી પાણીના ધોધ વેહવા લાગ્યો છે. જેના કારણે અહીં આવતા પ્રવાસીઅો અને ભકત્તોમાં ભારે ખુશાલી છવાઈ ગઈ હતી. ગીર પંથકમાં વરસાદની તોફાની બેટિંગના કારણે સમગ્ર જંગલ વિસ્તારને તરબોળ કરી દીધુ છે. અમરેલીમાં પણ નદીઅો બન્ને કાંઠે થવા પામી છે. ગીર ગઢડામાં દ્રોમેશ્વર ડેમ છલકાયો છે.જાફરાબાદ, ખાંભાના રબારિકા રાજુલામાં ૫થી ૩ ઈંચ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે અહીની માલણ નદી બે કાંઠે થઈ ગઈ છે.

આજે દિવસ દરમ્યાન રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદ થયો છે. આજે રાજયના ૪૧ તાલુકામાં ૩થી ૧ મીમી વરસાદ થયો છે. જેમાં ગીર સોમનાથના તલાલામાં ૪ ઈંચ , માળિયામાં લવા બે ઈંચ , ગીર ગઢડામામાં બે ઈંચ , કોડિનારમાં પોણા બે ઈંચ , વેરાવળમાં ૨૦ મીમી , સુત્રાપાડામાં ૧૯ મીમી વરસાદ થયો છે. જયારે કેશોદમાં ૧૪ મીમી, જુનાગઢ અને સીટીમાં  ૧૩ મીમી ,જાફરાબાદમાં ૧૨ મીમી , વિસાવદરમાં ૧૧, મેîદરડામાં ૯ મીમી , માંગરોળમાં ૫ મીમી વરસાદ થયો છે.

૧૪ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહન્તીએ કહયું હતું કે, ગુજરાત પર સક્રિય થયેલી સિસ્ટમની અસર હેઠળ આજે તા. ૧૦થી ૧૪મી જુલાઈ દરમ્યાન રાજયમાં સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જેમાં જેમા બનાસંકાઠા , મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ અને ડાંગનો પણ સમાવેશ થાય છે.

સૂત્રાપાડામાં ૮ ઈંચ વરસાદ ખાબકયો

રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ તાલુકાઅોમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૧૯૬ મી.મી. એટલે કે આઠ ઇંચ જેટલો, જયારે કોડીનાર તાલુકામાં ૧૮૫ મી.મી. એટલે કે સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ ૧૭.૬૭ ટકા નોંધાયો

રાજયના સ્ટેટ ઇમરજન્સી અોપરેશન સેન્ટરના સૂત્રોએ ઓપલી માહિતી  મુજબ આજે તા.૧૦/૦૭/૨૦૧૮ને સવારે ૭ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજુલા તાલુકામાં ૧૦૬ મી.મી. અને ઉમરગામ તાલુકામાં ૧૨૦ મી.મી. મળી કુલ બે તાલુકાઅોમાં ચાર ઇંચથી વધુ અને માળીયા તાલુકામાં ૭૫ મી.મી. તથા ગીર-ગઢડા તાલુકામાં ૭૫ મી.મી. મળી કુલ બે તાલુકાઅોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉપરાંત મોડાસા તાલુકામાં ૬૪ મી.મી., વેરાવળ તાલુકામાં ૬૫ મી.મી. અને ખાંભા તાલુકામાં ૬૩ મી.મી. મળી કુલ ત્રણ તાલુકામાં બે ઇંચથી વધુ જયારે ધનસુરા, કપડવંજ, સંતરામપુર, માંગરોળ, ઉના, જાફરાબાદ અને સાવરકુંડલા મળી કુલ સાત તાલુકાઅોમાં એક ઇંચથી વધુ અને અન્ય ૧૫ તાલુકાઅોમાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. ચાલુ મોસમનો રાજયનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૬૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૫.૮૫ ટકા, ઉત્ત્।ર ગુજરાત રીજીયનમાં ૧૧.૪૧ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૪.૫૩ ટકા, સૌરાષ્ટ રીજીયનમાં ૧૦.૦૭ ટકા તથા દક્ષિણ ગુજરાત રીજીયનમાં ૨૯.૪૪ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.

એનડીઆરએફની ૧૫ ટીમોને એલર્ટ

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. છત્તીસગઢ અને અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે આ વરસાદ થશે, તેમ હવામાન વિભાગના નિયામક  જયંત સરકારે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે  સ્ટેટ ઈમરજન્સી અોપરેશન સેન્ટરમાં વેધર વોચ ગ્રૃપની સાાહિક બેઠકમાં રાજયની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુલાઇથી અોગષ્ટ દરમિયાન સામાન્ય રીતે સારો વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં ઝડપી પવનો ફુંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં માછીમારી ન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે. નિયામક અને અધિક સચિવ  એમ.આર.કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ-૧૫ ટીમને એલર્ટ કરાઇ છે. જે પૈકી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, અમરેલી ખાતે ૧-૧ જયારે ગાંધીનગર ખાતે ૦૩ અને વડોદરામાં ૦૬ ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.  રાજયમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ-૧૩ માનવમૃત્યુ નોંધાયા છે. જેમાં ૧૧ને સહાય ચૂકવવામાં આવી છે. આગામી દિવસોમાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર તંત્ર સજ્જ છે તેમ રાહત નિયામકે કહયું હતું.

  • Related Posts