ખેડૂત આંદોલનના સમાપન દિવસે સુરતના ખેડૂત નેતાને નજરકેદ કરાયા

  • 31
    Shares

 

૧૦ દિવસના ગામડા બંધના ખેડુત આંદોલનના સમાપન દિવસે તોફાની ખેડુત આગેવાન દર્શન નાયકને પોલીસે ઘરમાં જ નજરકેદ કર્યા હતા. આજે વહેલી સવારે દર્શન નાયક જિલ્લાના પ્રવાસ માટે ઉઠે તે પહેલા જ તેમના ઘરે પોલીસ પહોંચી જતા પ્રારંભમાં તેમણે વિરોધ કર્યો હતો. જો કે બપોર પછી તેમણે ઓલપાડ, કઠોર અને કામરેજ જવા માટે જીદ કરતા જિલ્લા પોલીસ વડાએ  બે પોલીસ જવાનો સાથે રહેશે તેવી શરતે તેમણે પ્રવાસે જવા દીધા હતા.

નાયકે જણાવ્યું હતું કે ખેડુતોને જયાં સુધી પોષણક્ષમ ભાવ નહિં મળે અને સરકાર ટેકાના ભાવે તેમના ઉત્પાદનોની ખરીદી નહિં કરે ત્યાં સુધી ખેડુત આંદોલન ચાલુ રહેશે.

  • Related Posts