ખાનગી કંપની સચીનના વિવર્સોને સિંચાઈને ભાવે પાણી આપશે ખરી ? ઉદ્યોગકારોમાં ચિંતા

  • 38
    Shares

 

૪૨.૯૨ કરોડના ખર્ચે ૧૧ કિલોમીટર લાંબી પાઇપલાઇન બરોડા રેયોન કોર્પોરેશનથી સચીન જીઆઇડીસી સુધી લાવી ૩૫ એ મએ લડી પાણી પુરુ પાડવા માટે જીઆઇડીસીના દક્ષિણ ગુજરાતના અધિકારીએ  ટેન્ડર બહાર પાડયું છે. ત્યારે સચીનના નાના વિવર્સોમાં ફફડાટ ફેલાયો છે કે, ખાનગી કંપની સચીનના વિવર્સોને સુરત સિંચાઇ વિભાગના દરે પીવાનું પાણી આપશે કે મેજર વોટર યુઝર્સને અપાતા પાણીના દરે અત્યારે સિંચાઇ વિભાગ સચીન નોટીફાઇડ ઓથોરીટીને ૨૩.૨૦ રૂપિયા હજાર લીટરના ભાવે પાણી પુરવઠો આપે છે. પરંતુ સચીનના ૧૭૫૦ પાવરલુમ એ કમોને રાહત દરે બે ટાઇમ એ ટલે કે ૨૦૦ રૂપિયે મહિને ફિકસ દરે પાણી પુરવઠો સપ્લાય કરે છે.

સચીનના વિવર્સ અગ્રણી મહેન્દ્ર રામોલીયાએ  જણાવ્યું હતું કે, જીઆઇડીસીમાં ૨૨૫૦ ઔદ્યોગિક એ કમો આવેલા છે. તેમાંથી ૧૭૫૦ પાવરલુમ એ કમો છે. ડાઇંગ પ્રિન્ટીંગ મિલો માત્ર ૪૬ છે અને કેમિકલ એ કમો ૪૦ છે. તેમાં પણ ૨૦ ટકા એ કમો બંધ હાલતમાં છે. જીઆઇડીસીને હાલ સિંચાઇ વિભાગ ૨૫ એ મએ લડી પાણી પુરવઠો સપ્લાય કરે છે. છ મહિનામાં સુરત મનપા ડિંડોલીના ટર્શરી પ્લાન્ટમાંથી પાણીનો પુરïવઠો સપ્લાય કરશે. ત્યારે પાણીની કોઇ અછત રહેશે નહિં. એ  સ્થિતિમાં ખાનગી કંપનીને પાણી વિતરણની જવાબદારી સોંપવાનું કામ ભ્રષ્ટ્રાચારને પ્રોત્સાહન આપશે.

પાણી વિતરણનો ઇજારો લેવા પ્રદેશ ભાજપના ટોચના નેતાને ભાગીદાર બનાવ્યાની ચર્ચા

પાણીના વ્યવસાયમાં તરબોળ રહેતા તત્વોની ખાનગી કંપનીએ  પાણી વિતરણનો ઇજારો લેવા પ્રદેશ ભાજપના ટોચના નેતાને ભાગીદાર બનાવ્યાની ચર્ચા સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારોમાં ચાલી રહી છે. સચીનમાં અગાઉ પાણીનો વેપલો કરી ચુકેલા જીઆઇડીસીના સસ્પેન્ડેડ ડેપ્યુટી ઇજનેરે કંપની બનાવી જીઆઇડીસીના દક્ષિણ ગુજરાતના અધિકારીઓને તો સાથે રાખ્યા જ છે. પરંતુ કોઇપણ સંજોગોમાં પોતાની કંપનીને ૪૩ કરોડની માતબર રકમનું ટેન્ડર મળે અને પાણીના વેપાર થકી કાયમી આવક થાય એ વા આશયે પ્રદેશ ભાજપના ટોચના યુવાન નેતાને આ પ્રોજેકટમાં ૧૫ ટકાના ભાગીદાર બનાવી વિરોધ કરી રહેલા સ્થાનિક ભાજપના આગેવાનોને પણ ચુપ કરાવી દીધા છે.

જીઆઇડીસીને પાણી સપ્લાય કોઇ ખાનગી કંપની આપે તેવી માંગ પ્રોસેસ કે કેમિકલના કોઇ ઔધોગિક સંગઠનોએ  કરી ન હતી. પરંતુ પાણીનો વેપલો કરનાર કુખ્યાત ત્રિપુટીએ  બીઆરસીનો ઇન્ટેકવેલ સોનાની લગડી જેવી ૩ હજાર મીટર જમીન સાથે લેવામાં ચારેય કોરથી નફો દેખાઇ રહ્યો છે. આ કંપની સરકારી દેવામાં ડુબેલી છે. ત્યારે આ સોદો નફાનો સાબિત થઇ શકે તેમ છે. પાણીનો વેપલો કરનાર ખાનગી માલિકોને ખબર છે કે, આ ટેન્ડર ત્યારે મંજૂર થઇ શકે જયારે ભાજપનો કોઇ વગદાર વ્યકિત તેમની સાથે હોઇ. એ ક સમયે જીઆઇડીસીનો આ સસ્પેન્ડેડ ડે. ઇજનેર વીએ ચપીના માજી પ્રમુખના પ્રવિણ તોગડિયાના ખાસ ગણાતા હતા અને કેશુભાઇના રાજમાં જ તર થયા હતા.

  • Related Posts