ખરાબ નજરથી બચવા ખેડૂતે વિકસાવી નવી ટેક્નિક

આંધ્રપ્રદેશના એક ખેડૂતે ખેતરમાંથી વધુ પાક મેળવવા માટે ગજબની ટેક્નિક વિકસાવી છે. વધુ પાક મેળવવા આ ખેડૂતે પોતાના ખેતરમાં લાલ બિકિનીમાં સની લિયોનીનું પોસ્ટર લગાવ્યું છે. આ પોસ્ટર પાછળનું રહસ્ય શું છે અને કઈ રીતે એ વધુ પાક મેળવવા મદદરૂપ થશે આવા સવાલના જવાબ આપતા ખેડૂત કહે છે કે જ્યારથી મે સની લિયોનીનું પોસ્ટર લગાવ્યું છે ત્યારથી પાકમાં સારો એવો સુધાર થયો છે. પોસ્ટર પર તેલુગુમાં લખું છે ” મારાથી બળવું નહીં ” આ પોસ્ટર જ્યારથી મે લગાવ્યું છે ત્યારથી મારા પાકને કોઈ જોતું જ નથી બધાની નજર આ પોસ્ટર પર જ જાય છે જેથી લોકોનું ખોટી નજરોથી મારો પાક સુરક્ષિત રહે છે

  • Related Posts