ક્વાંટિકોમાં હિન્દુઓએ આ કારણે પ્રિયંકાને કરી ટ્રોલ

  • 12
    Shares

આ જ કારણથી પ્રિયંકા લોકોના નિશાન પર આવી છે. ઍપિસોડમાં દેખાડવામાં આવ્યું છે અમુક ભારતીયો મેનહટ્ટનમાં બોંબ વિસ્ફોટની યોજના બનાવી રહ્યા છે. આવું કરી તે બોંબ વિસ્ફોટના આરોપમાં પાકિસ્તાનને ફસાવવા માંગે છે.

પ્રિયંકા ચોપડા પોતાના અમેરિકન શો ક્વાંટિકો-૩ના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ શોના ઍક ઍપિસોડમાં ભારતીયોને બોંબ વિસ્ફોટ કરતાં દેખાડવામાં આવ્યા છે.

આ ઍપિસોડ બાદ ભારતીયોઍ આ દૃશ્ય પર વાંધો ઉઠાવતાં પ્રિયંકાને ફટકાર લગાવી હતી. સોશિયલ મીડિયા પર ઍક યુઝરે લખ્યું હતું હિન્દુઓને ત્રાસવાદી દેખાડવા બદલ પ્રિયંકાને શરમ આવવી જોઈઍ.

જ્યારે બીજાઍ લખ્યું હતું પાકિસ્તાનને ફસાવવા બોંબ વિસ્ફોટ કરવાનો સીન બકવાસ છે. કેટલાક લોકોઍ શોનો બહિષ્કાર કરવાની પણ ધમકી આપી હતી.

  • Related Posts