કોમેડિયન જગદીપની દીકરી પણ બોલીવૂડમાં આવશે

મુંબઇ : જયારે જયારે વાત બોલિવૂડના કોમેડિયનોની થાય છે ત્યારે બધાંના મગજમાં જોની લીવર, મહેમૂદ, અસરાની, કાદર ખાન, શકિત કપૂર અને સૂરમા ભોપાલીનું નામ આવે છે. આ તમામે ફિલ્મ ઉદ્યોગમાં જબરજસ્ત કામ કયુઝ્ છે. હવે તેઓમાંના કેટલાકના બાળકો પણ બોલિવૂડમાં પ્રવેશ મેળવી ચૂકયા છે.

આ રીતે જલદી આ સૂચિમાં ફિલ્મ ‘શોલે’માં સૂરમાં ભોપાલીનું પાત્ર ભજવનાર જગદીપ જાફરીની પુત્રી મુસ્કાનનું નામ જોડાઇ શકે છે. જીહા, મુસ્કાન બાબતે ખબર છે કે તે આગામી સમયમાં બોલિવૂડમાં પદાર્પણ કરી શકે છે.

હકીકતમાં મુસ્કાન, જગદીપની બીજી પત્ની નાજિમાની પુત્રી છે જયારે જાવેદ જાફરી અને નાવેદ જાફરી જગદીપની પહેલી પત્નીનાં પુત્રો છે. મુસ્કાન વ્યવસાયે મોડલ છે. મોડલિંગ ઉપરાંત ગાવાનું વોઇઝ ઓવર અને ડબિંગનું કામ પણ કરે છે. જો તેની ફેશન સેન્સની વાત કરવામાં આવે તો તે પણ કમાલની છે મુસ્કાને બોલિવૂડમાં હજુ પ્રવેશ કર્યો નથી. પરંતુ તે કેટલાક ટીવી શો માં સાઇડ રોલ કરી ચૂકી છે. આજ વાત પરથી તેની અભિનયમાં રૂચિનો અંદાજ લગાવી શકાય છે.

મુસ્કાને આમિર ખાનનાં મોટા પુત્ર જુનૈદની સાથે ‘મધર કરેજ ઍન્ડ હર ચિલ્ડ્રન’ નામના ઍક નાટકમાં સાથે હિસ્સો લીધો હતો.

  • Related Posts