કોમનવેલ્થ ગેમ્સ : મહિલા હોકી ટીમનું સુકાન રાની રામપાલને સોંપાયુ

આવતા મહિને ઓસ્ટ્રે્લિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય મહિલા હોકી ટીમનું સુકાન સ્ટાર સ્ટ્રાઇકર રાની રામપાલને સોંપાયુ છે, જ્યારે ગોલકિપર સવિતાને ટીમની ઉપસુકાની બનાવવામાં આવી છે. ૪ ઍપ્રિલથી શરૂ થનારી આ ગેમ્સમાં ભારતીય મહિલા ટીમને મલેશિયા, વેલ્સ, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથેના ગ્રુપ ઍમાં મુકવામાં આવી છે. ભારત પાંચમી ઍપ્રિલે વેલ્સ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.
કોમનવેલ્થ ગેમ્સ માટેની ટીમમાં ૨૭ વર્ષિય સવિતાને પાછી બોલાવાઇ છે. તેને હાલમાં દક્ષિણ કોરિયા પ્રવાસ દરમિયાન આરામ અપાયો હતો. તેની સાથે જ રજની ઇતિમારપુ બીજી ગોલકિપર તરીકે ટીમમાં રહેશે. ઍ ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલાઓઍ ઇંગ્લેન્ડમાં ૨૦૦૨માં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે પછી ૨૦૦૬માં ઓસ્ટ્રેલિયા ખાતે સિલ્વર મેડલ જીત્યો હતો. તે પછી ૨૦૧૦ અને ૨૦૧૪માં ટીમ પાંચમુ સ્થાન પણ મેળવી શકી નહોતી.
કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય મહિલા હોકી ટીમ : ગોલકિપર સવિતા (ઉપકપ્તાન), રજની ઇતિમારપુ, ડિફેન્ડર : દીપિકા, સુનિતા લાકડા, દીપ ગ્રેસ ઍક્કા, ગુરજીત કૌર, સુશિલા ચાનૂ પુખરામબામ, મિડ ફિલ્ડર : મોનિકા, નમિતા ટોપ્પો, નિકી પ્રધાન, નેહા ગોયલ, લિલિમા મિંઝ, ફોરવર્ડ : રાની રામપાલ (કેપ્ટન), વંદના કટારિયા, લાલરેમસિયામી, નવજોત કૌર, નવનીત કૌર, પૂનમ રાની.

  • Related Posts