કોચી શીપયાર્ડમાં ઓઍનજીસીના જહાજમાં ધડાકો: ૫નાં મોત

કોચી : કોચીન શિપયાર્ડ લિમિટેડ (સીઍસઍલ) ખાતે ઓઍનજીસીના ડ્રિલ શિપ (જહાજ) પર આજે ધડાકો થયા બાદ અને આગ ફાટી નીકળ્યા બાદ પાંચ જણા માર્યા ગયા હતા અને સાત જણા ઇજા પામ્યા હતા ઍમ સીઍસઍલઍ જણાવ્યું હતું.

સવારે ૯.૧૫ કલાકે ઓઍનજીસીના ડ્રિલિંગ માટેના જહાજ સાગર ભૂષણની આગળની ટાંકીમાં ધડાકો થયો હતો. ટાંકીની અંદર ગેસના કનસોલિડેશનના કારણે ધડાકો થઇ શકયો હોઇ શકે છે ઍમ સીઍસઍલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર મધુ ઍસ. નાયરે ધડાકા માટેના કારણને ટાંકીને જણાવ્યું હતું.

આમ છતાં તેમણે જણાવ્યું હતું કે ચોક્કસ કારણ વિસ્તૃત તપાસ કરવામાં આવ્યા પછી જ જાણાવ મળશે. ધડાકા બાદ અગ્નિશમન દળના જવાનોને બોલાવવામાં આવ્યા હતા અને ૧૨ જણાનું તાત્કાલિક જહાજ પરથી સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું અને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઍક નિવેદનમાં સીઍસઍલઍ જણાવ્યું હતું કે આગના બનાવમાં પાંચ જણા મૃત્યુ પામ્યા હતા અને સાત જણા ઇજા પામ્યા હતા. ૪૫ ટકા દાઝવાની ઇજા પામનાર ઍક વ્યકિતની હાલત ગંભીર છે. અન્યો જાનના ખતરામાંથી બહાર છે ઍમ નાયરે જણાવ્યું હતું.

 

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts