કોંગ્રેસે ખેડુતોનો વોટબેન્ક તરીકે ઉપયોગ કર્યો છે : મોદી

  • 9
    Shares

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પંજાબના મલોતમાં ખેડુત કલ્યાણ રેલીને સંબોધિત કરી હતી. હાલમાં જ કેન્દ્રની મોદી સરકારે ખરીફ પાક માટે લાગતા ખર્ચથી દોઢ ગણો ભાવ આપવાંનો પ્રસ્તાવને મંજૂરી  આપી હતી. ત્યારબાદ મોદીની ખેડુતો વચ્ચેની આ પહેલી રેલી હતી. આ રેલીનું આયોજન શિરોમણી અકાલી દળ અને બીજેપીએ સાથે કર્યુ હતું. રેલીમાં પંજાબ ઉપરાંત રાજસ્થાન અને હરિયાણાથી પણ મોટી સંખ્યામાં ખેડુતોસ હાજર રહ્યાં હતા.

રેલીમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, સુખબીરસિંહ બાદલ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ઉપસ્થિત રહ્યાં હતા. રેલીને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સરકારની પીઠ થાપડતાં કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સરકારે ટેકાના ભાવ અંગેનું પોતાનું વચન પૂર્ણ કર્યુ છે. ખર્ચના દોઢ ગણાં ભાવ નિશ્ચિત કરવાનું કામ અમારી સરકારે કયુંર્ છે.

આ અવસર પર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરવાનો એક પણ મોકો જવાં દિધો ન હતો. મોદીએ કહ્યું કે ખેડુતોના આરામના કારણે કોંગેસની ઉંઘ ઉડી ગઇ છે.  કોંગ્રસે કદી ખેડુતાના કલ્યાણ માટે વિચાર કર્યો જ ન હતો અને હંમેશા ખેડુતો સાથે દગો કર્યો છે. કોંગ્રેસે હંમેશા ખેડુતાનો ઉપયોગ વોટબેન્ક તરીકે કર્યો છે. આ સિવાય પીએમ મોદીએ ખેડુતોને પરાળને ન સળગાવી પ્રદુષણ અટકાવવાં માટે પણ અપીલ કરી હતી. રેલીમાં હાજર રહેલા પંજાબીઓની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘ સીમાઓની રક્ષા હોય, ખાદ્ય સુરક્ષા હોય કે શ્રમ ઉદ્યમ પંજાબે હંમેશા દેશને પ્રેરિત કરવાનું કામ કર્યુ છે.પંજાબીઓએ હંમેશા જ દેશનો વિચાર કર્યો છે

 

  • Related Posts