કોંગ્રેસના સસ્પેન્ડેડ મણિશંકરને કાયમ માટે કાઢી મુકવા માગણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહ્યા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ મણિશંકર અય્યરને પક્ષમાંથી કાઢી મુકવાામં પણ આવી શકાય છે. આ બાબતનો સંકેત પક્ષનાં વરિષ્ઠ નેતા વી. હનુમંતા રાવે મંગળવારે આપ્યા હતાં. હનુમંથા રાવ સોમવારે કરાચીમા મણિશંકર અય્યરે આપેલ નિવેદનથી નારાજ છે.
સમાચાર સંસ્થા સાથે વાતચીતમાં હનુમંથા રાવે પાકમાં સોમવારે અય્યરે આપેલ નિવેદનની આલોચના કરી હતી.
હનુમંતા રાવે જણાવ્યંુ હતું કે અય્યરે ઍવા નિવેદનો આપવાથી બચવું જોઇઍ જે નિવેદનો કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમ્યાન પક્ષની આશાઓ ઉપર અસર પાડી શકે છે.
કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાઍ વધુમાં જણાવ્યું કે અય્યરની સાથે આજકાલ કંઇક ગડબડ ચાલી રહી છે. પહેલાં પણ અય્યર આવા જ પ્રકારના ખોટા નિવેદનો આપી ચૂકયા છે તે અમે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમ્યાન પણ જોયું હતું. બાદમાં રાહુલ ગાંધીઍ તેમને સસ્પેન્ડ કરી દીધા હતાં. કારણકે અમને ત્યાં ઘણું જ નુકસાન થયું હતું. પરંતુ હજુ પણ તેઓ ઍજ કહી રહ્યા છે કે તેઓ કેવા પ્રકારના બેવકૂફીવાળા નિવેદન આપી રહ્યા છે.

  • Related Posts