કેસ નિકાલ કરવામાં સુરતને પ્રથમ ક્રમાંક અપાવવામાં

  • 30
    Shares

સુરત : ગુુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની વિવિધ કોર્ટમાં ફરજ બજાવતા જજોની બદલી કરી નાંખવામાં આવી હતી. આ તબક્કે સુરતમાં ફરજ બજાવીને રાજકોટમાં ટ્રાન્સફર થયેલા ડિસ્ટ્રક્ટિ જજ કુ. ગીતાબેેન ગોપીઍ કેસ નિકાલ કરવામાં ભારતભરમાં સુરતને પ્રથમ ક્રમાંક અપાવ્યો છે. સાથે જ ડિસ્ટ્રક્ટિ જજ દ્વારા અન્ય પણ ઘણી સારી કામગીરી કરીને સુરતને ગુજરાત હાઇકોર્ટ સહિતની કોર્ટોમાં ઍક આગવું સ્થાન અપાવ્યું છે.

પ્રિન્સીપલ ડિસ્ટ્રક્ટિ ઍન્ડ સેશન્સ જજ કુ. ગીતાબેન ગોપીની સને-૨૦૧૫માં સુરતમાં ડિસ્ટ્રક્ટિ જજ તરીકે બદલી કરવામાં આવી હતી. ડિસ્ટ્રક્ટિ જજ ગીતાબેન ગોપીઍ સુરતનું નેતૃત્ત્વ સંભાળતાની સાથે જ સુરતને ભારતભરમાં પ્રથમ ક્રમાંક કેવી રીતે મળે અને તેની ઓળખ થાય તે માટેના પ્રયત્નો આદરી દીધા હતા, નેગોશીઍબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટના કેસો (ચેક રિટર્નના કેસો), પ્રોહિબિશનના કેસો તેમજ લેન્ડ રેક્વિઝેશનના કેસોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને વર્ષોજૂના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ગીતાબેન ગોપી ડિસ્ટ્રક્ટ જજ તરીકે બદલી લઇને સુરત આવ્યા ત્યારે સુરતમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ૨,૫૯,૬૩૪ જેટલી હતી. ત્રણ વર્ષના સમયગાળામાં વધુ નવા ૨,૭૬,૩૩૬ કેસોનો ઉમેરો થયો અને જ્યારે ડિસ્ટ્રક્ટિ જજની રાજકોટ બદલી થાય ત્યારે આ કેસોની સંખ્યા માત્ર ૧,૧૦,૬૬૬ જ જોવા મળી હતી. આટલા ટૂંકા ગાળામાં આટલા બધા કેસોનો નિકાલ કરીને સુરત ડિસ્ટ્રક્ટિ કોર્ટના ભારતમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો.

  • Related Posts